Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

પ્રિયા મલિકે ઈતિહાસ રચ્યો, વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં જીત્યો ગોલ્ડ મેડલ

GNA NEWS – SAGAR ZALA

ભારતીય રેસલર પ્રિયા મલિકએ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેણે હંગરીમાં આયોજીત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યું છે. સોશિયલ મીડિયામાં આ રેસલરની પણ ભારે ચર્ચાઓ જોવા મળી રહી છે અને ટ્રેડિંગ ટોપીક બની ગઈ છે.

એક દિવસ પહેલાં ભારતની વધુ એક પુત્રી મીરાબાઇ ચાનૂએ ટોક્યો ઓલમ્પિકના વેટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો અને દરેક હિંદુસ્તાનીઓનું માથું ગર્વથી ઉંચું કરાવી દીધું. હવે મલિક રેસલિંગમાં પોતાનો દમ બતાવ્યો છે. પ્રિયા મલિક હરિયાણાના જીંદ જીલ્લાની નિવાસી છે. તેમણે ચૌધરી ભરત સિંહ મેમોરિયલ રમત સ્કૂલ નિદાનીની સ્ટૂડેન્ટ છે. પ્રિયાના પિતા જયભગવાન નિડાની ઇન્ડીયન આર્મીમાંથી નિવૃત થઇ ચૂક્યા છે.

પ્રિયા મલિકને અભિનંદન આપતી વખતે યુઝર્સ દ્વારા મોટી ગલતીઓ પણ જોવા મળી હતી.જેમાં લોકોએ પ્રિયાને ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા. જણાવી દઈએ કે, પ્રિયા મલિકે ટોક્યો ઓલમ્પિકમાં નહી પરતું હંગરી બુડાપેસ્ટમાં એક રેસલિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.

પ્રિયા મલિકની સફળતામાં તેમના કોચ અંશુ મલિકનો ખૂબ મોટો રોલ રહ્યો છે. પ્રિયાએ વર્ષ 2020માં યોજાયેલા નેશનલ સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ ગત વર્ષે પટનામાં યોજાયેલી રાષ્ટ્રીય કેડેટ કુશ્તી પ્રતિયોગિતામાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. તેમનું સપનું છે કે તે એક દિવસ ઓલમ્પિકમાં ભારતને રિપ્રેજેંટ કરે.