Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

IPL ફેજ-2 શેડ્યુલની જાહેરાત: પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયનની થશે ટક્કર

GNA NEWS – SAGAR ZALA

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ યૂએઈમાં આયોજિત થનાર વીવો આઈપીએલની બાકી બચેલી મેચોના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. યૂઈએણાં 27 દિવસના ગાળામાં કુલ 31 મેચ રમાશે. ઉલ્લેખનિય છે કે, ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરના કારણે આઈપીએલની 14મી સિઝનને વચ્ચે જ રોકવી પડી હતી. બીસીસીઆઈએ આઈપીએલની મેચો રોક્યાના થોડા દિવસ પછી અન્ય મેચો યૂએમાં રમાવાની જાહેરાત કરી હતી.

બીસીસીઆઈના નવા શેડ્યુલ અનુસાર, 19 સપ્ટેમ્બરે દૂબાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન વચ્ચે મેચથી આઈપીએલની બાકી સિઝનની શરૂઆત થશે. તે પછી મેચ અબૂ ધાબીમાં શિફ્ટ કરવામાં આવશે, જ્યાં કોલકતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે થશે. શારજહા 24 સપ્ટેમ્બરે પોતાની પ્રથમ મેચની મેજબાની કરશે. આ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટક્કર ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે થશે.

યૂએઈમાં 13 મેચ કરાવવામાં આવશે, દસ મેચ શારજાહામાં હોગે, જ્યારે આઠ મેચ અબૂ ધાબીમાં આયોજિત કરવામાં આવશે. સાચ મેચ ડબલ હેડર થશે, જેમાં પ્રથમ મેચની શરૂઆત ભારતીય સમયાનુસાર સાડા ત્રણ વાગે થશે. જ્યારે સાંજ આયોજિત થનારી બધી મેચોની શરૂઆત સાંજે સાડા સાત વાગે થશે.

લીંકની અંતિમ મેચ 8 ઓક્ટોબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. પ્રથમ ક્વોલિફાઈ ટક્કર 10 ઓક્ટોબરે દૂબઈમં થશે, જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 11 અને 13 ઓક્ટોબરે શારજાહમાં રમાશે. આઈપીએલની આ સિઝનની ફાઈનલનો મુકાબલો દૂબઈમાં 15 ઓક્ટોબરે થશે.