Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર જિલ્લાના બાલાસિનોર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર..

GNA MAHISAGAR – SAGAR ZALA

રાજપુર ગામના દલિત સમાજના સ્મશાનમાં જવાનો રસ્તો ન બનતા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો.

રાજપુર ગામમાં સરપંચ ની ચૂંટણીમાં દલીત સમાજના વોટ લેવા જવુ નહિ..

બાલાસિનોર : આજરોજ બાલાસિનોર તાલુકા ના રાજપુર ગામના વણકર સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી,મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી ને લેખીત માં જણાવેલ કે ગઇકાલે બાલાસિનોર માં પ્રાંત અધિકારી ,મામલતદાર,અને તાલુકા વિકાસ અધિકારી ની મિટીંગ યોજવામાં આવી જેમાં સ્મશાનમાં જવાના રસ્તા પરથી દબાણ હટાવવાની માંગણી પર ચર્ચા કરવામાં આવી જેમાં આજરોજ સવારે મામલતદાર,પોલીસ કાફલા સાથે સ્મશાન તરફ જતા રસ્તામાં આવતા દબાણ હટાવવાની કામગીરી કરવા પહોંચ્યા હતા.પરંતુ દબાણ હટાવવાતાલુકા લેવલે અધિકારી દ્વારા જેસીબી સમયસર ના ગોઠવાતા કામગીરી શરૂ ન થતા. રાજપુર ગામના વણકર સમાજના આગેવાનો દ્વારા લેખીત રજુઆત કરી મતદાનનો બહિષ્કાર કર્યો.

ધુળાભાઇ માનાભાઇ ચૌહાણ સ્થાનિક રહીશ:- સને ૨૦૧૮થી સ્મશાનમાં જવાના રસ્તા ની કાર્યવાહી ચાલુ છે વારંવાર ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત માં રજુઆતો કરવા છતાં કોઇ નિર્ણય આવેલ નથી જેથી ચૂંટણી બહિષ્કારની રજુઆત પ્રાંત અધિકારી,મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી ને લેખીત રજુઆત કરતા મિટીંગ યોજવામાં આવી જેમાં જિલ્લા પંચાયત સદસ્ય ની ઉપસ્થિતિમાં જણાવેલ કે કાલે તા ૦૪ થી જેસીબી બોલાવી રોડનું સમારકામ કરાવી ,માટી નાખી આપવામાં આવશે.જે માટે આજે મામલતદાર,પોલીસ સ્ટાફ સાથે ઉપસ્થિત રહ્યા હતા તાલુકા લેવલે અધિકારી દ્વારા જેસીબી સમયસર ના ગોઠવાતા કામગીરી શરૂ ન થતા પંચાયત દ્વારા કોઇ કામ ન કરવુ હોય તેવુ લાગતા વણકર સમાજના આગેવાનો દ્વારા મતદાનનો બહિષ્કાર કરવાનું નક્કી કરલ છે.