GNA AHEMDABAD – SANJIV RAJPUT
જીએનએ અમદાવાદ: અમદાવાદના SG હાઈવે સ્થિવ LJ કોલેજમાં વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. 50થી વધુ ફાર્મસીના વિદ્યાર્થીઓએ ફાર્માસીસ્ટના રજિસ્ટ્રેશન લાયસન્સ માટે પડી રહેલી હાલાકીના પગલે LJ કોલેજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, કોલેજ દ્વારા ફાર્મસીનું લાયસન્સ આપવામાં આવે તો જ તેઓ સિવિલમાંથી લાયસન્સ મેળવી અન્ય કોઈ જગ્યા પર નોકરી કરી શકે છે અથવા મેડિકલ સ્ટોર ખોલી શકે છે. આ ફાર્મસી લાયસન્સ માટે 50 વિદ્યાર્થીઓ છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી ધક્કા ખાઈ પરેશાન થઈ રહ્યા છે પરંતુ કોલેજ તરફથી કોઈ રિસ્પોન્સ મળી રહ્યો નથી.
વિદ્યાર્થીઓએ ઉમેર્યું કે, કોરોના જેવા સંકટમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે ત્યારે કોલેજ દ્વારા લાયસન્સ ન અપાતા અમે રઝળી પડ્યા છે. માતા-પિતાએ અનેક ખર્ચા કર્યા બાદ અમને ભણાવ્યા છે અને હવે અમે લાયસન્સ વિના કંઈ કરી શકીએ તેમ નથી. ત્યારે અમે મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવી લાયસન્સ ઝડપથી મળે તે માટે રજૂઆત કરીએ છીએ
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ