Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અરવલ્લીઃબાયડના કોજાણકંપાના દંપતિના મ્રુતદેહ કપડવંજ પાસે નર્મદા કેનાલમાં તરતી કારમાંથી મળ્યા…

GNA ARAVALLI – JAGDISH PRAJAPATI.

જીએનએ અરવલ્લી :- ખેડા જીલ્લાના કપડવંજ પાસે દહીઅપ નજીક પસાર થતી નર્મદા કેનાલમાં એક તરતી કાર જોતાં સ્થાનિકોએ કપડવંજ પોલીસને જાણ કરતાં કાર બહાર કઢાવી જોતાં સિટ બેલ્ટ બાંધેલી હાલતમાં એક દંપતિનો મ્રુતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. મ્રુતદેહની તપાસ કરતા મૃતક અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના કોજાણકંપાના દંપતિ હોવાનું બહાર આવ્યું હતું.

બાયડ તાલુકાના કોજાણકંપાના દંપતિના મ્રુતદેહ કપડવંજ પાસે નર્મદા કેનાલમાં તરતી કારમાંથી મળી આવ્યાના સમાચારો પંથકમાં પ્રસરી જતાં બાયડ વિસ્તારમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું.

વધુ પ્રાપ્ત માહિતી મુજબ બાયડ તાલુકાના કોજાણકંપાના વતની પટેલ ઈન્દ્રવદનભાઈ અને તેમના પત્ની પટેલ જયાબેન આણંદથી પરત આવી રહ્યા હતા. ત્યારે કાર કપડવંજના દહીઅપ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ખાબકતા આ અકસ્માત સર્જાયો હતો. નર્મદા કેનાલમાં તરતી કાર જોતાં સ્થાનિકોએ કપડવંજ પોલીસને જાણ કરતાં કપડવંજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર બહાર કઢાવી જોતાં સ્વિફ્ટ કાર નંબર જી. જે. 01.આર.જી.0385. માં સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં દંપતિનો મ્રુતદેહ મળી આવ્યા હતા. કપડવંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મ્રુતદેહનું પી. એમ. કરાવી વારસોને સોંપતા સાઠંબા મુકામે અંતિમવિધિ કરાઈ હતી.