GNA MAHISAGAR – SAGAR ZALA
- ૨૬૪ સરપંચ માટે ૧૧૩૪ ઉમેદવારો અને ૨૨૭૬ વોર્ડના સભ્યપદ માટે ૩૦૧૮ ઉમેદવારો હરિફાઇમાં
- મહીસાગર જિલ્લામાં ૦૬ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ
લુણાવાડા ::: રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવતાં મહીસાગર જિલ્લામાં ૨૬૪ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/ મધ્યસત્ર/પેટાચૂંટણી તા. ૧૯/૧૨/૨૦૨૧૧ના રોજ યોજાનાર છે.
મહીસાગર જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી-૨૦૨૧ની જિલ્લા ચૂંટણી શાખા તરફથી મળેલ વિગતો અનુસાર મહીસાગર જિલ્લામાં ૨૬૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં મહીસાગર જિલ્લામાં ૨૬૪ સરપંચો માટે ૧૫૭૦ અને ૨૨૭૬ વોર્ડના સભ્યો માટે ૪૪૩૪ ઉમેદવારી પત્રો ભરાયા હતા.
આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાંઆવતાં સરપંચ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી ૩૪ અને સભ્યો માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી ૧૪૧ ઉમેદવારી પત્રો અમાન્ય ઠરતાં અનુક્રમે ૧૫૩૫ અને ૪૨૯૩ ઉમેદવારી પત્રો માન્ય ઠર્યા હતા.
આ ઉમેદવારો પત્રો પાછા ખેંચવાના દિવસે સરપંચ માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી ૩૯૧ અને સભ્યો માટે ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારો પૈકી ૨૮૩ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચતા ૧૦ સરપંચ અને ૯૯૨ સભ્યો બિન હરીફ થતાં હવે સરપંચ માટે ૧૧૩૪ અને વોર્ડના સભ્યો માટે ૩૦૧૮ ઉમેદવારો હરિફાઇમાં રહેવા પામ્યા છે.
મહીસાગર જિલ્લામાં ૦૬ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થયેલ છે જેમાં લુણાવાડા તાલુકાની ગરિયા, કૌચિયા, કોઠંબાપાલ્લા, બાલસિનોર તાલુકાના જોરાપુરા અને કડાણા તાલુકાની દિવડા અને જાબુનાળા ગ્રામ પંચાયતનો સમાવેશ થાય છે.
More Stories
ડાંગમા છેલ્લા ૧૦ કલાકમા નોંધાયો ૬૩.૨૫ મી.મી. સરેરાશ વરસાદ :
ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે આને ભાઈબંધ કહેવાય જો.. મેઘ મહેર વચ્ચે બે મિત્રોના સુખદુઃખની, મિત્રતાની અલ્હાદક તસ્વીરનો નજારો
અમદાવાદના જમાલપુરમાં સિનિયર સિટિઝન માટે વાંચનાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા