GNA NEW DELHI – SAGAR ZALA

– SKMએ ખેડૂત આંદોલન કર્યું સ્થગિત, 11 ડિસેમ્બર સુધીમાં પાછા ફરશે ખેડૂતો
– સંયુક્ત કિસાન મોરચાની 15 જાન્યુઆરીએ યોજાવાની છે ફરીથી બેઠક

નવી દિલ્હી: દિલ્હીની સરહદો પર છેલ્લા 14 મહિનાથી પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આજ સાંજથી ખેડૂત પરત ફરવાનું શરૂ કરશે. સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ પર ખેડૂત સંગઠનોમાં સૈદ્ધાંતિક સહમતિ પહેલા બની ગઇ હતી પરંતુ ગુરૂવાર બપોરે તેની પર લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ મીટિંગમાં ખેડૂત સંગઠનના 200થી વધારે પ્રતિનિધિ હાજર હતા. સિંધુ બોર્ડરનો માહોલ પણ ખેડૂતોની વાપસીનો સંકેત આપી રહ્યો છે. અહી લોકો ટેન્ટ હટાવવા લાગ્યા છે અને લંગર વગેરેનો સામાન ગાડીમાં મુકવામાં આવી રહ્યો છે. સિંધુ બોર્ડર પર હાજર કેટલાક ખેડૂતોએ જણાવ્યુ કે 11 ડિસેમ્બરથી તમામ ખેડૂતોની વાપસીને લઇને નિર્ણય થયો છે. તે બાદ ખેડૂત અમૃતસરના સુવર્ણ મંદિરમાં અરદાસ કરશે અને પોતાના ઘરે પહોચી જશે.
સંયુક્ત કિસાન મોર્ચાના પ્રતિનિધિ બલવીર સિંહ રાજેવાલે કહ્યુ કે અમારી 15 જાન્યુઆરીએ એક સમીક્ષા બેઠક મળશે જેમાં આ વિચાર કરીશુ કે આંદોલનથી અમને શું મળ્યુ છે અને સરકારે કેટલી માંગોને માની લીધી છે, તેમણે કહ્યુ કે 11 ડિસેમ્બરથી ખેડૂત પરત ફરવાના શરૂ થશે અને 15 ડિસેમ્બરથી પંજાબમાં પણ તમામ મોર્ચાને ખતમ કરવામાં આવશે. રાજેવાલે કહ્યુ કે હું તે તમામ લોકોનો આભાર માનુ છુ, જેમણે અમારી આ લાંબી લડાઇમાં સમર્થન આપ્યુ છે.
ખેડૂત અને સરકાર વચ્ચે આ અઠવાડિયાની શરૂઆતથી જ વાત ચાલી રહી હતી. મંગળવારે સરકારે ખેડૂતોને એક પત્ર મોકલ્યો હતો. જેમાં એમએસપી પર કમિટી બનાવવા, વળતર પર સૈદ્ધાંતિક સહમતિ અને આંદોલન ખતમ કરવાના કેસની વાપસીની વાત કહેવામાં આવી હતી. જેની પર ખેડૂતોએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે વળતર આંદોલનની સમાપ્તિ બાદ નહી પણ પહેલા હટાવવામાં આવે. તે બાદ સરકારે નવો પ્રસ્તાવ ખેડૂતોને મોકલ્યો હતો. સરકારના નવા પ્રસ્તાવ પર સંગઠન તૈયાર થયુ અને આંદોલન ખતમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
More Stories
અંબાજી મંદિરમાં મહિલાઓ સાથે ધક્કામુકી અને દાદાગીરીથી પોતાનો વટ જમાવતા હોમગાર્ડ જવાનોથી ભક્તોમાં રોષનો માહોલ.
સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ , 200 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયુ જેની કિંમત 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું