અરવલ્લીઃશામળાજી પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકારઃધંબોલિયા ગામમાં એક રાતે ત્રણ મંદિરના તાળા તૂટ્યા… - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અરવલ્લીઃશામળાજી પોલીસને તસ્કરોનો ખુલ્લો પડકારઃધંબોલિયા ગામમાં એક રાતે ત્રણ મંદિરના તાળા તૂટ્યા…


GNA ARAVALLI – JAGDISH PRAJAPATI.

જીએનએ અરવલ્લી :- અરવલ્લી જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીનો તસ્કરો લાભ લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસની કામગીરી સામે લોકો આંગળી ચીંધી રહ્યા છે,ત્યારે અરવલ્લી જિલ્લાના ધંબોલિયા ગામમાં એકજ રાત્રીમાં એક સાથે ત્રણ મંદિરોમાં ત્રસ્કરોએ ત્રાટકી ચાંદી ના છત્ર અને રોકડ સહિત એક લાખ એંશી હજાર રૂપિયા ઉપરાંતની ચોરી કર્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે….

વધુ પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી પોલીસ મથક વિસ્તારમાં આવતાં ધંબોલિયા ગામમાં તસ્કરોએ ત્રાટકી ગોગા મહારાજના મંદિરે,નાગણેશ્વરી માતાજી અને આશા પુરા માતાજીના મંદિરમાં ગેસ કટરથી મદદથી મંદિરના તેમ જ ગર્ભગૃહના દરવાજાના નકુચા તોડી ગોગા મહારાજના મંદિરની દાનપેટી અને ૫૨૫ ગ્રામનું ચાંદીનું છત્ર,તેમજ ગામમાં આવેલા અન્ય બે નાગણેશ્વરી માતાજી અને આ શાપુરા માતાજીના મંદિરે પણ ગેસ કટરની મદદથી નકુચા તોડી ચાંદીના છત્ર અને રોકડ સહિત આશરે એક લાખ એંશી હજાર રૂપિયા ઉપરાંતની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે શામળાજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

ધંબોલિયા ગ્રામ વાસીઓએ ચોરીની ઘટના અંગે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉઠાવ્યા હતા.અને જણાવ્યું હતું કે,ભૂતકાળમાં પણ આજ રીતે મંદિરોમાં ચોરીઓ થઈ હતી અને ગ્રામજનોએ પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી તેમ છતાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા માં ન આવતાં તસ્કરોને ફરી ચોરી માટે મોકળું મેદાન મળી ગયું છે,વધુમાં ગ્રામજનોએ હવે ફરી ચોરીની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરી છે..