GNA MAHISAGAR – SAGAR ZALA
- ખેડુતોએ હવે ગાય આધારીત ઝીરો બજેટ ખેતી અપનાવી ખેડુતોએ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે અપીલ કરતા -જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર
- ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના માર્ગદર્શન સાથે કૃષિલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ
- જિલ્લાના ખેડૂતોને ૫૮ લાખ ઉપરાંત રૂપિયાની સહાય તેમજ મંજૂરીના હુકમો એનાયત કરાયા
જીએનએ લુણાવાડા :- રાજ્ય સરકાર દ્વારા ભારતના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી વાજપાઈજીના જન્મ જયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ૨૫મી ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધી ઉજવણી કરવાનું નક્કી કરેલ છે જેમાં good governance ઉજવણી સંદર્ભે મહિસાગર જિલ્લામાં લુણાવાડાના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરની અધ્યક્ષતામાં સુશાસન સપ્તાહના ચોથા દિવસે good governance કૃષિ દિવસની મંગલ દિપ પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે પ્રમુખશ્રી ડામોરે જણાવ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાનશ્રી વાજપાયજીના જન્મદિવસની સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીના છેવાડાની માનવીને પ્રગતિને પ્રાધાન્ય આપી મજબૂત ભારતના નિર્માણની કરેલ વાત એ સુશાસનનો પાયો છે. સુશાસન એટલે એવું રાજ્ય છે જ્યાં વસતા દરેક નાગરિકનો પૂર્ણ વિકાસ થાય એવું વાતાવરણ મળતા છેવાડાના માનવી સુધી સરકારની જન કલ્યાણકારી અને યોજનાકીય સુવિધાઓ પહોંચાડી રાજ્ય સરકારના સુશાસનની વહીવટી પ્રણાલીની પ્રતિતિ કરાવી છે.

વધુમાં પ્રમુખશ્રીએ જણાવ્યું કે ઉપસ્થિત ખેડૂત ભાઈ-બહેનોએ કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગની યોજનાઓનો લાભ મેળવી આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી થકી જમીનની આવરદા અને ખેત ઉત્પાદન ધીમી ગતિએ વધે છે, ખેડુતોએ હવે ગાય આધારીત ઝીરો બજેટ ખેતી અપનાવવી જોઈએ તેમ ઉમેરી ખેડુતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા માટે અપીલ કરી હતી.

આ પ્રસંગે કલેકટરશ્રી ડૉ. મનીષકુમાર બંસલે જણાવ્યું કે, કૃષિ દિવસએ જિલ્લાના ખેડૂત ભાઈ બહેનો માટે ખૂબ જ મહત્વનો છે રાજ્ય સરકારની અનેકવિધ કૃષિ, પશુપાલન, બાગાયત ની યોજનાઓનો લાભ અંતરિયાળ અને છેવાડાના ખેડૂતો માટે પહોંચતો કરવો એ આપણા સૌની ફરજ બને છે. તેમજ સરકારની આપણા પ્રત્યે અપેક્ષાઓ છે તેને ખડેપગે રહીને કામગીરી કરી સકારાત્મકતા થી નાગરિકની ભલાઈ માટે કામ કરી વધારેમાં વધારે સારી કામગીરી કરવા અધિકારીશ્રીઓ- કર્મચારીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.ડી.લાખાણીએ કૃષિ દિવસે ઉપસ્થિત ભાઈઓ-બહેનોને જણાવ્યું કે સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ તમને પહોંચાડવોએ સુશાસન સપ્તાહની સાર્થક ઉજવણી કરી કહેવાશે. આ યોજનાઓનો લાભ મેળવી આપ સૌ આત્મનિર્ભર બનો તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે કૃષિ પરિવહન યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સ્માર્ટફોન યોજના, વિનામૂલ્યે છત્રી, દૂધ ઘર બાંધકામ યોજના, કે.સી.સી યોજના, પ્રાકૃતિક ખેતી અને શ્રેષ્ઠ પશુપાલક તેમજ બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડના લાભાર્થીઓને મંજૂરી પત્રો, હુકમ અને સાધનોની રૂા.૫૮ લાખ ઉપરાંતના લાભોનું વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન ખેતીવાડી અધિકારીશ્રી સુમિત પટેલે કર્યું હતું તેમજ આભાર દર્શન નાયબ પશુપાલન નિયામકશ્રી એમ.જી.ચાવડા એ કર્યું હતું. સાથે ઉપસ્થિત સૌ ખેડૂત ભાઈઓ બહેનોએ ફિલ્મનું નિદર્શન નિહાળ્યું હતું. પ્રગતિશીલ ખેડૂત મિત્રો એ પ્રાકૃતિક ખેતી અંગે સફળ વાર્તાઓ કહી હતી.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી ભવાનભાઇ, સિંચાઇ સમિતિના ચેરમેનશ્રી ભાથીભાઇ, સુરક્ષા સમિતીના ચેરમેનશ્રી હર્ષાબેન પટેલ, ખાનપુર એપીએમસીના ચેરમેનશ્રી જાલુભાઇ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કૃષિ, પશુપાલન અને બાગાયત વિભાગના કર્મચારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત ખેડૂત ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન