લુણાવાડા નગરપાલીકા વિસ્તારના કેટલાંક વિસ્‍તારોને કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરાયા - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

લુણાવાડા નગરપાલીકા વિસ્તારના કેટલાંક વિસ્‍તારોને કન્‍ટેઇનમેન્‍ટ એરિયા તરીકે જાહેર કરાયા

GNA MAHISAGAR – SAGAR ZALA


જીએનએ લુણાવાડા :: વિશ્વ આરોગ્‍ય સંસ્‍થા દ્વારા કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ મહામારીને ફેલાવો અટકે તે માટે ભારત-રાજય સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
રાજય સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગે એક જાહેરનામાથી ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્‍યુલેશન, ૨૦૨૦ જાહેર કરેલ છે.
મહીસાગર જિલ્‍લામાં કોરોના વાયરસ(કોવિડ-૧૯) પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લઇ લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ લુણાવાડા નગરપાલીકા વિસ્તારમાં કોરોના ટેસ્‍ટ પોઝીટીવ મળી આવતાં વાયરસના ઝડપી સંક્રમણને ધ્‍યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવા જરૂરી હોઇ મહીસાગર-લુણાવાડાના કલેકટર અને જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ શ્રી ડૉ. મનીષ કુમારે નેશનલ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ-૨૬(ર) મુજબ અને ધી એપેડેમિક ડિસિઝ એકટ-૧૮૯૭ની કલમ-ર થી મળેલ સત્તાની રૂઇએ નેશનલ ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ હેઠળ લુણાવાડા નગરપાલીકામાં આવેલ હાટાના કુવા વિસ્તારમાં આવેલ રાજપુત રાજુભાઇના ઘરથી શાહ પ્રદિપભાઇના ઘર સુધીનો વિસ્તારના ૦૮ ઘર, સંગમ ફુટવેર થી જે.બી.ટેલર સુધીનો તમામ વિસ્તારના ૨૪ દુકાન, હુસેનીચોક (વોર્ડ નં-૨) કતબજી નરગીસબેન અજગરાલીના ઘરથી સાબુવાલા અજગર જૈનુદ્દીનના ઘર સુધીનો વિસ્તારના ૨૨ ઘરના વિસ્‍તારને કન્‍ટેઇનમેન્‍ટ ઝોન (પ્રતિબંધિત વિસ્‍તાર) તરીકે જાહેર કરી આ વિસ્‍તારોમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
આ જાહેર કરવામાં પ્રતિબંધિત વિસ્‍તારોમાં ભારત-રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વિવિધ ગાઇડલાઇનનું દરેકે ચૂસ્‍તપણે પાલન કરવાનું રહેશે.
ઉકત જાહેર કરવામાં આવેલ કન્‍ટેઇનમેન્‍ટ એરિયા ઉપરાંત લુણાવાડા નગરપાલીકામાં આવેલ હાટાનાકુવા પીપલ્સ બેન્કની પાછળ (વોર્ડ નં.૫) માં સાઇબાબાના મંદિરથી ભોમાનંદ મંદિર સુધીનો સમગ્ર વિસ્તાર, તેમજ વોર્ડ નં.૨ માં જમીલ અબ્દુલ સલીમ રશિદની દુકાનથી રામપુરવાલા જાદીદ હાતીમના ઘર સુધીનો વિસ્‍તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ વિસ્‍તારો સહિત દરેક વિસ્‍તારોમાં ફરજિયાત માસ્‍ક પહેરવું, સોશિયલ ડીસ્‍ટન્‍ટસ જાળવવાની સાથે ભારત-રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા વખતોવખતના જાહેરનામાઓ, હુકમો અને માર્ગદર્શિકાઓનું પણ ચુસ્‍ત પાલન કરવાનું રહેશે.
આ હુકમનો અમલ તાત્‍કાલિક અસરથી અન્‍ય કોઇ હુકમ ન થાય ત્‍યાં સુધી કરવાનો રહેશે.
આ હુકમ સરકારી ફરજ-કામગીરી ઉપરના હોમગાર્ડ કે અન્‍ય સરકારી અથવા અર્ધ સરકારી એજન્‍સી, સરકારી/ખાનગી દવાખાનાના સ્‍ટાફ તથા ઇમરજન્‍સી સેવા, કાયદો અને વ્‍યવસ્‍થા સાથે સંકળાયેલ જાહેર સેવક કે જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તેમજ આવશ્‍યક ચીજવસ્‍તુઓનું પરિવહન કરતા વાહનો તથા સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલ અધિકૃત પાસ ધરાવતા વ્‍યકિતઓ અને વાહનોને લાગુ પડશે નહીં.
આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એકટ-૨૦૦૫ની કલમ-૫૧ થી ૬૦ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ માટે મહીસાગર જિલ્‍લામાં ફરજ પરના હાજર એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટશ્રી તેમજ પોલીસ વિભાગના હેડ કોન્‍સ્‍ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવતા તમામ પોલીસ અધિકારીઓને તથા આરોગ્‍ય વિભાગના અધિકારીઓને આ જાહેરનામો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર ઇસમો વિરૂધ્‍ધ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્‍યા છે.