જાણો શું રહેશે આવતીકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલના જામનગર પ્રવાસનો કાર્યક્રમ! - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

જાણો શું રહેશે આવતીકાલે કૃષિમંત્રી રાઘવજી પટેલના જામનગર પ્રવાસનો કાર્યક્રમ!

GNA JAMNAGAR-SANJIV RAJPUT

  • કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલનો જામનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

જીએનએ જામનગર: આવતીકાલે મંત્રીશ્રી દરેડ ખાતે લાલપુર બાયપાસથી ચંગા પાટિયા સુધીના માર્ગનું લોકાર્પણ કરશે તેમજ ઢીંચડા-ગુલાબનાગર બાયપાસના પ્રશ્ન અંગેની બેઠકમાં હાજરી આપશે

જામનગર તા.૩૦ ડિસેમ્બર, કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.૩૧/૧૨/૨૦૨૧ શુક્રવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે દરેડ ખાતે લાલપુર બાયપાસથી ચંગા પાટિયા સુધીના માર્ગનું લોકાર્પણ કરશે તેમજ જામનગર સર્કિટ હાઉસ ખાતે ઢીંચડા-ગુલાબનગર સાઈટ બાયપાસના પ્રશ્ન અંગેની બેઠકમાં હાજરી આપશે.