ભારત અને ભારતવાસીઓના વિકાસ માટે ટેક્નોલોજીનો સદુપયોગ જરૂરી-ડો. પીડી વાઘેલા, આઇ.એ.એસ, ચેરમેન,TRAI - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ભારત અને ભારતવાસીઓના વિકાસ માટે ટેક્નોલોજીનો સદુપયોગ જરૂરી-ડો. પીડી વાઘેલા, આઇ.એ.એસ, ચેરમેન,TRAI

GNA VADODRA – SANJAY ZALA

જીએનએ વડોદરા :- આજ રોજ ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માં ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા ઓનલાઇન જાહેર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજિત વેબિનારનું નામ ડિજિટલ ટ્રાન્સફોરમેશન:5G ડિપ્લોયમેન્ટ ઈન ઈન્ડિયા હતું. આ આયોજિત વેબિનાર માં 150 લોકો જોડાયા હતા, અને ઓનલાઇન ફેસબુક ના માધ્યમ દ્વારા 100 લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ સાંજના ચાર વાગ્યે ઝૂમ પ્લેટફોર્મ પર યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પેટ્રન તરીકે વિશ્વવિદ્યાલયના માનનીય કુલપતિશ્રી પ્રો. પરિમલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્ય વક્તા તરીકે ડો. પીડી વાઘેલા, આઈએએસ હાજર રહ્યા હતા,જેઓ ભારત સરકારના ટેલિકોમ રેગુલેટોરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન છે.ખાસ અતિથિ તરીકે વિશ્વવિદ્યાલયના સેનેટ અને સિન્ડિકેટ સભ્ય ડો. જીગર ઈનામદર હાજર રહ્યા હતા.તદુપરાંત ટેક્નોલોજી અને ઈજનેરી કોલેજ ના ડીન પ્રો. સી એન મૂર્થી અને વાઈસ ડીન ડો. સત્યજીત ચૌધરી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી હેમાંગકુમાર ટેલર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થી સહાયક તરીકે જયંત અગ્રવાલ હતા.

આ કાર્યક્રમ માં મુળવાત ટેકનોલોજી ની છે, 5G શું છે, 5G નો વિવિધ પરિબળો પર શું પ્રભાવ છે અને શું મહત્વ છે તે ડૉ. પીડી વાઘેલા, આઇએએસ દ્વારા સમજાવવામાં આવ્યું છે. અત્યાર ના સમયે ટેકનોલોજી ને વધારે પ્રાધાન્ય અપાય છે, ટેકનોલોજી એ ખુબજ ઝડપથી વધી રહી છે અને બદલાઈ રહી છે, ખાનગી અને જાહેર ક્ષેત્રો દ્વારા જીવન ના દરેક પાસાઓમાં ટેકનોલોજી નો વિશાળ ઉપયોગ થાય છે, ટેકનોલોજી ની વાત કરી તો તે ઘણી બધી નવી-નવી વસ્તુઓ આપણે ઘરે બેઠા-બેઠા જોય શકીયે છીએ, ઘરે બેઠા ઓનલાઇન પૈસા નો વહીવટ થય જાય છે, ઘરે બેઠા વસ્તુ મળી જાય છે, એટલે એના ઘણા ફાયદા છે, આ ઉપરાંત ઉલ્લેખનીય વાત એ છે કે ટેક્નોલોજીના કારણે જ આપણે આ મહામારીના સમયમાં એકબીજા સાથે સંપર્કમાં રહી શક્યા છીએ. દરરોજ તકનીકીનું નવીનીકરણ થઈ રહ્યું છે. મુખ્યવકતા ડૉ.પીડી વાઘેલા એ ભગવાન બુદ્ધનુ વાક્ય યાદ કરતા કહ્યું કે બધું જ અનિત્ય છે, અર્થાત્ પરિવર્તન જ કાયમી છે.

ઉપભોક્તાની જરૂરિયાત સમજવી અને નવી પ્રોડક્ટ શોધવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવો એ એક કળા છે,જે દરેક કંપનીએ ઉપયોગમાં લેવી જોઈએ.ભારતમાં ટેલિકોમનો વિકાસ,તકનીકી વિક્ષેપ અને ડેટા મુદ્રીકરણની ડો.પીડી વાઘેલા એ સમજૂતી આપી.ભારત અને ભારતવાસીઓના વિકાસ માટે આપણે આ ટેક્નોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તે વિશે માહિતી પ્રદાન કરી.જે લોકોને ટેક્નોલોજી વિશે સમજણ ન હોય એ લોકોને પણ ટેક્નોલોજી સાથે જોડાવવા માટે પ્રોત્સાહન આપવું તેમણે જરૂરી જણાવ્યું.

તેમણે જણાવ્યું કે 5G શું છે, આપણે એને કહી શકીએ કે મોબાઇલ ટેકનોલોજી ની પાંચમી પેઢી, આપણાં કરતા બહાર ના દેશો માં 5G નો ઉપયોગ થવા માંડ્યો છે, આપને એના કરતા પાછળ છીએ ,અત્યારે જોઈએ તો ઘણાબધા લોકો મોબાઇલ , અને ઈન્ટરનેટ નો ઉપયોગ કરે છે, પણ એને ટેકનોલોજી નો ઉપયોગ કેવી રીતે કરવો એ ખબર નથી, આંકડા પ્રમાણે ભારતમાં ફક્ત ૬૧ ટકા લોકો જ ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.આઈટીયુ નામની સંસ્થાએ જાહેર કરેલા રિપોર્ટ ના આધારે ૮૭ ટકા લોકો વિકસીત દેશોમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે.ભારત ઈન્ટરનેટ ઉપયોગ કરવામાં પાછળ છે.ભારત સરકારે નિયમનકારી ફ્રેમવર્ક તૈયાર કરવાની જરૂર છે.જે વપરાશકર્તા અને રોકાણકારોને અનુકૂળ હોય અને દરેક વ્યક્તિને કનેક્ટિવિટી આપવામાં આવે તેની પુષ્ટિ કરવી કારણ કે બધા લોકોને કનેક્ટિવિટી આપવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે લોકોને ઉપકરણો અને ડિજીટલ ઈલેક્ટ્રીસિટી આપવાની જરૂર છે.જેથી તેઓ ડિજિટલ અર્થવ્યવસ્થાનો ભાગ બની શકે નહિતર તેઓ વંચિત રહી જશે તેમજ ટેકનોલોજી નો કેવી રીતે ઉપયોગ કરવો અને એની સાથે કેવી રીતે જોડાવવું એ લોકોને શીખાડવુ જોઇએ.

અત્રે આ કાર્યક્રમ ખુબજ મહત્વપૂર્ણ રહ્યો. અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફળદાયી રહ્યો અને જ્ઞાનવર્ધક પણ રહ્યો.અને આ કાર્યકમ ભવિષ્ય માં પણ સમાજ ના તમામ વર્ગોને પ્રેરણા આપતો તથા સાચા માર્ગે દોરતો તથા મૌલીક વિચારો કેળવનાર અને એક નવી દિશા તરફ લઈ જનાર હશે.