અમે રસી મૂકાવી છે .. અમને કોઇ આડઅસર નથી… માટે રસી મૂકાવો અને કોરોના સામે સુરક્ષિત થાવ તેવી અપીલ કરતાં લુણાવાડા કિશાન વિદ્યાલય અને એસ.કે.હાઇસ્‍કૂલ ખાતે રસી મૂકાવતાં બાળકો - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અમે રસી મૂકાવી છે .. અમને કોઇ આડઅસર નથી… માટે રસી મૂકાવો અને કોરોના સામે સુરક્ષિત થાવ તેવી અપીલ કરતાં લુણાવાડા કિશાન વિદ્યાલય અને એસ.કે.હાઇસ્‍કૂલ ખાતે રસી મૂકાવતાં બાળકો

GNA MAHISAGAR – SAGAR ZALA

જીએનએ લુણાવાડા:: સમગ્ર રાજયમાં ૧૫ થી ૧૮ વર્ષના કિશોર-કિશોરીઓને કોરોના સામેનું સુરક્ષા કવચ પુરૂં પાડતાં રસીકરણનો આાજથી પ્રારંભ થતાં લુણાવાડા શહેર સહિત સમગ્ર મહીસાગર જિલ્‍લામાં રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. જે અંતર્ગત લુણાવાડા શહેરની કિશાન હાઇસ્‍કૂલ અને એસ.કે.હાઇસ્કૂલ ખાતે રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોમાં ભારે ઉત્‍સાહ જોવા મળ્યો હતો. આ બાળકો નિર્ભયતાથી સહેજપણ મનમાં ડર રાખ્‍યા વગર રસી મૂકાવી રહ્યા હતા. આવી કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ લુણાવાડાની કિશાન હાઇસ્‍કૂલ અને એસ.કે.હાઇસ્કૂલમાં ધો. ૯ થી ૧૨ અભ્‍યાસ કરતાં વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ ધુવ પ્રજાપતિ, પટેલ દેવ, કિશન વણકર, તન્વી બારીયા, બામણીયા કિન્નરી, હિમાશી પરમાર, માછી ચિરાગકુમાર, મહર્ષી દરજીએ રસી મૂકાવ્‍યા બાદ કહ્યું હતું કે, અમે રસી મૂકાવી છે. આ રસી મૂકાવ્‍યા બાદ અમને કોઇ આડઅસર થઇ નથી. અહીં અમારા માટે રસી મૂકાવ્‍યા બાદ ઓર્બ્‍ઝરવેશન રૂમ રાખવામાં આવ્‍યા છે જયાં અમારી દેખરેખ રાખવામાં આવી હતી. માટે અમે બીજા અમારા જેવા ગુજરાતના તમામ બાળકોને અપીલ કરીએ છીએ રસી મૂકાવી દો અને સુરક્ષિત થાવ.

વ.