ડાકોર ખાતે પુનિત આશ્રમમાં તા.2.1.2022ના રોજ અંધજન મંડળ નડિયાદ તથા લા.યુસુફભાઈ ચોકસી ના સહયોગથી લાયન્સ કલબ બાલાસિનોર દ્વારા નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું . - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ડાકોર ખાતે પુનિત આશ્રમમાં તા.2.1.2022ના રોજ અંધજન મંડળ નડિયાદ તથા લા.યુસુફભાઈ ચોકસી ના સહયોગથી લાયન્સ કલબ બાલાસિનોર દ્વારા નિઃશુલ્ક નેત્ર ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .

GNA KHEDA – SAGAR ZALA

  • જેમાં 280 દર્દીઓ એ લાભ લીધો તથા 218 દર્દીઓને નિઃશુલ્ક ચશ્માં નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ડાકોર ખાતે પુનિત આશ્રમમાં તા.2.1.2022ના રોજ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન અને ધીરજ હોસ્પિટલ વાઘોડિયા,સરકારી હોમીઓપેથીક દવાખાનું ઠાસરા અને અંધજન મંડળ નડિયાદ ના સહયોગથી લાયન્સ ક્લબ બરોડા ન્યૂ સેન્ટ્રલ સેન્ચુરી, લાયન્સ કલબ બાલાસિનોર, લાયન્સ ક્લબ ડાકોર પિલગ્રીમ, લાયન્સ ક્લબ ઉમરેઠ ના સયુંકત ઉપક્રમે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ અને અર્બન હેલ્થ સેન્ટર ડાકોર ના સહયોગથી મેગા
રસી કરણ કેમ્પ, pmjay કાર્ડ કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવ્યું. જેમાં મેડિકલની વિવિધ શાખાઓ દ્વારા કુલ 1276 દર્દીઓને ને તપાસવામાં આવ્યા તથા દવાનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ 218 દર્દીઓને નિઃશુલ્ક ચશ્માં નું વિતરણ કરવામાં આવ્યું હતું, pmjay કાર્ડ ના લાભાર્થી 25 હતા.

આ પ્રોજેક્ટના મુખ્ય માર્ગદર્શક PDG લા.રેવાર સાહેબ, સંયોજક લા.ડો.નિરંજનભાઈ શાહ અને લા.ડો.જીગ્નેશ શાહની સેવાઓ મળી.
આ પ્રસંગે લાયન્સના MCC લા.ત્રિવેદી સાહેબ, VDG લા.દિનેશભાઇ,લા.વિજયસિંહ, ZC લા.પ્રવીણભાઈ, APMC ચેરમેન શ્રીયોગેન્દ્રસિંહ ,તાલુકા હેલ્થ ઓફિસર ડો.આર. એસ. પટેલ સાહેબ સાથે લાયન્સ પ્રમુખ લા.વિજયભાઈ પટેલ,લા.વિનય થાનકી,લા.ઘનશ્યામભાઈ,લા.ડો.દીપ્તિ બેન પરીખ ઉપસ્થિત રહ્યા.