લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે યોજાયેલ ખાસ દિવ્‍યાંગ માટે આરોગ્‍ય ચકાસણી કેમ્‍પ - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

લુણાવાડા તાલુકાના કોઠંબા ખાતે યોજાયેલ ખાસ દિવ્‍યાંગ માટે આરોગ્‍ય ચકાસણી કેમ્‍પ

  • દરમિયાન દિવ્‍યાંગોને ચકાસણી કરી પ્રમાણપત્ર અને યુનિક આઇડી આપવામાં આવ્‍યા
  • ૯૪ દિવ્‍યાંગજનોએ આરોગ્‍ય કેમ્‍પનો લાભ લીધો

જીએનએ લુણાવાડા :– મહીસાગર જિલ્‍લાના દિવ્‍યાંગજનોના હિતને ધ્‍યાનમાં રાખીને અને ખાસ કરીને દિવ્‍યાંગજનોને દિવ્‍યાંગતાની તપાસ અને દિવ્‍યાંગતાના પ્રમાણપત્ર માટે નડીઆદ કે ગોધરા જવું પડતું હતું. તે જવું ન પડે અને એક જ જગ્‍યાએથી આ સુવિધા મળી રહે તે માટે જિલ્‍લાના આ દિવ્‍યાંગજનોને જિલ્‍લામાં એક જ સ્‍થળે આ સુવિધા મળી રહે અને કોઇપણ પ્રકારની મુશ્‍કેલી ન પડે તે હેતુથી મહીસાગર જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા આરોગ્ય કચેરીના ઉપક્રમે કોઠંબા ખાતે દિવ્યાંગતા અંગે તજજ્ઞો દ્વારા આરોગ્ય ચકાસણી કરી સર્ટિફિકેટ અને યુનિક આઇડી આપવા દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઠંબા સી.એચ.સીના અધિક્ષકશ્રી ડૉ. પ્રણવ તલસાણીયાએ જણાવ્યું કે, આ દિવ્‍યાંગ કેમ્‍પનો ૯૪ દિવ્યાંગજનોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં આંખના સ્પેશ્યાલીસ્ટ ડૉ.પ્રગનેશ વસાવા, ઇએનટી સ્પેશ્યાલીસ્ટ ડૉ. ચિરાગ તાવીયાડ, ઓર્થોપેડીક ડૉ. બારીયા, ફિજીશ્યન ડૉ. રવીરાજ કડીયા તબીબોએ ઉપસ્થિત રહી દિવ્યાંગ વ્યક્તિઓને તબીબી તપાસ સેવા પુરી પાડી હતી.

આ દિવ્યાંગ કેમ્પમાં માનસિક તખલીફ વાળા-૨૪, ઓર્થોપેડિક ૩૨, ઇએનટી-૩૬ અને આંખની તકલીફવાળા ૦૨ મળી ૯૪ દર્દીઓએ લાભ લઇને તેમના આરોગ્યની ચકાસણી કરાવી હતી. આ કેમ્પનું આયોજન કોઠંબા ખાતે કરવામાં આવતાં મોટી સંખ્યામાં દિવ્યાંગ વ્યક્તિઓએ તેનો લાભ લીધો હતો.
આ કેમ્‍પ દરમિયાન જરૂરતમંદ દિવ્‍યાંગજનોની ચકાસણી કરવામાં આવ્‍યા બાદ પ્રમાણપત્ર અને યુનિક આઇ.ડી. આપવામાં આવ્‍યા હતા.

જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા મહીસાગર જિલ્લાના કોઠંબા ખાતે દિવ્‍યાંગજનો માટે આરોગ્‍ય ચકાસણી માટે યોજવામાં આવેલ કેમ્‍પ બદલ દિવ્‍યાંગજનોએ જિલ્‍લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા આરોગ્ય કચેરી અને રાજય સરકાર પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરી હતી.