ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધડાકો કર્યો છે - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ધડાકો કર્યો છે

GNA GUJARAT – SAGAR ZALA

  • છેલ્લા ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગમાં લેવાયેલી પરીક્ષાઓ મોટા કૌભાંડનો આક્ષેપ.
  • આ ભરતીમાં ઉમદેવાર દીઠ રુ. 21 લાખ લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજ સિંહે કર્યો છે.
  • યુવરાજસિંહનો આક્ષેપ એક જ ગામના 18 યુવાનોને નોકરી કેવી રીતે મળી? આ તપાસ થવી જોઈએ.
  • GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ, એપી સેન્ટર અરવલ્લી અને બાયડ
  • ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયાયુવરાજસિંહ

રાજ્યમાં જાણે કે સરકારી ભરતી કૌભાંડનું બીજુ નામ બની ગઈ હોય તેમ ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં બહાર લાવનારા આપ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા વધુ એક મોટો ધડાકો કરીને કથિત આક્ષેપ કરાયા છે. તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગની થયેલી ભરતી પ્રક્રિયામાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડ બહાર લઈ આવનાર વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે. તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગોમાં ગેરરીતી આચરીને લેતીદેતી દ્વારા ભરતી કરવામાં આવી છે.

યુવરાજસિંહે ઉર્જા વિભાગ દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં રુપિયાની લેતીદેતી થકી નિમણૂકના આરોપ મૂકીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું કે આ કૌભાંડ એપી સેન્ટર સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા છે. તેમણે ઉમેર્યુ કે, UGVCL જુનિયર આસિસન્ટન્ટમાં એક જ સિક્વંસ અને નંબર ધરાવતા લોકોને એક સરખા માર્ક મળ્યા છે. સાથે જ આ કૌભાંડમાં કોની સંડોવણી છે, તેઓનું નામ પણ તેમણે આપ્યું છે. તેમણે જણાવ્યું કે વચેટિયા તરીકે ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, અવધેશ પટેલ અને વડોદરાના શ્રીકાંત શર્માની આ કૌભાંડમાં સંડોવણી છે. તેમજ બાયડમાં ટ્યુશન ચલાવતા અજય પટેલ દ્વારા આ કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હોવાનો આરોપ મૂક્યો હતો. આ સાથે પ્રજાપતિ નામના વ્યક્તિનું નામ પણ આપ્યું હતું જેનું આખું નામ ટૂંક સમયમાં જાહેર કરશે તેમ જણાવ્યું હતું.

યુવરાજસિંહે ઉમેર્યું હતું કે, GETCOની ભરતીમાં આર્થિક લાભથી કૌભાંડ આચરાયું હોવાનો આરોપ લગાવ્યો છે. જેનું એપી સેન્ટર અરવલ્લી અને બાયડ છે. તેમણે GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપી હોવાનો ખુલાસો કર્યો છે. GETCOની ભરતીમાં એક જ ગામના 18 પરિક્ષાર્થીઓને નિમણૂંક આપવી તે ક્યારેય શક્ય નથી. આ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે, ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ કૌભાંડ ચાલી રહ્યું છે.

વધુ આક્ષેપો લગાવતા યુવરાજ સિંહે કહ્યું કે ભરતીમાં એક પેપર દીઠ 21 લાખની ઉઘરાણી કરવામાં આવી. જેમાં એડવાન્સ પેટે 1 લાખ રૂપિયા અપાયા છે. નામ સિલેક્શનમાં ન આવે ત્યાં સુધી પૂરી રકમ ન લેવાતા હોવાનો પણ આક્ષેપ છે. તો આ પરીક્ષા 3 શિફ્ટમાં પરીક્ષા લેવાય છે. 1 સેન્ટર પર કોમ્પ્યુટર વ્યવસ્થાને ધ્યાન રાખી કૌભાંડ થતું હોવાનું જાણવા મળ્યું છે. તો સેન્ટ્રલ રૂમમાંથી PC ઓપરેટ થતા હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાનું માત્ર નાટક કરે છે. અને કૌભાંડ આચરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે NSCITની પરીક્ષા ઓનલાઈન લેવાય છે, જે મહારાષ્ટ્રની કંપની છે. જેમાં NSCITના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે.

યુવરાજસિંહે પરીક્ષામાં કૌભાંડનો લાભ લેનારા વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે. યુવરાજસિંહએ ઉર્જાવિભાગમાં જે ભરતીઓમાં કૌભાંડ થયા છે તે બાબતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને એક્શન લેવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી રહ્યું છે. હેડ ક્લાર્કમાં પણ તપાસને દબાવવામાં આવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

છેલ્લા ત્રણ વર્ષમાં ઉર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે, તેમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ પાંચ વિભાગોમાં ગેરરીતી થઈ હોવાનો ખુલાસો કરીને ખળભળાટ મચાવી દીધો છે.

યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,2021માં લેવાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં વિદ્યાર્થીઓને એક સરખા માર્ક અપાયા છે. વચેટિયાઓ અવધેશ પટેલ, ધનસુરાના શિક્ષક અરવિંદ પટેલ, શ્રીકાંત શર્મા વડોદરાની સંડોવણી હોવાનું જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે એજન્સીના મળતીયાઓ સાથે સંપર્ક રાખીને આ લોકો કૌભાંડ કરી રહ્યા છે. અજય પટેલ બાયડમાં ક્લાસીસ ચલાવે છે. જ્યારે હર્ષ નાઈ પણ શિક્ષક છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષામાં લાભ લેનાર વિદ્યાર્થીઓના નામ જણાવ્યા હતા. જેમાં ધવલ પટેલ, કુશનગ પટેલ, હિતેશ પટેલ, રજનીશ પટેલ, પ્રિયમ પટેલ, આંચલ પટેલ, રાહુલ પટેલ પતિ પત્ની પ્રદીપ પટેલ, બાબુભાઇ પટેલ, જીગીશા પટેલના નામનો ઉલ્લેખ કર્યો છે. આ સિવાય યુવરાજે JETCO ની ચાલુ પરીક્ષામાં મિતુલ પટેલ પ્રાંતિજ માં હોવાનું જણાવ્યું છે. જેની કારનો નંબર Gj09AG0393 છે. મિતુલ પટેલ પ્રાંતિજનો રહેવાસી છે. આ સરકારી પરીક્ષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા નથી, પરંતુ કન્ટ્રોલ રૂમમાંથી પરીક્ષા અપાઈ રહી હોવાનો જણાવ્યું છે. એક જ ગામના 18 લોકોને નોકરી કેવી રીતે મળી તે મોટો સવાલ હોવાનું જણાવ્યું છે. તમામને એક જ સિકવન્સમાં એક સરખા માર્ક્સ આવ્યા છે. PGVCL, DGVCL, UGVCLમાં ભરતીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે છે.જેમાં કોમ્પ્યુટર હેક કરીને કંટ્રોલ રૂમમાંથી જવાબો આપવામાં આવે છે. મારી પાસે તમામ આધારભૂત પુરાવા રૂપે ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ છે.

તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર કૌભાંડમાં ઓનલાઈન પરીક્ષા લેનારી એજન્સીની પણ સંડોવણી છે. વડોદરા ખાતેની ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની કૌભાંડ મામલે તપાસ થવી જોઈએ. વધુમાં વિદ્યાર્થી નેતાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અમે વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને ખુલાસા કરી રહ્યાં છીએ. આ સાથે જ યુવરાજ સિંહે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

યુવરાજે જણાવ્યું છે કે અત્યારે ચાલી રહેલી પરીક્ષામાં પણ પૈસા અપાઈ ગયા છે. જેમાં 1 પેપરના 21 લાખ લેવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સિલેક્ટ થયા બાદ પૈસા ઉમેદવારો પાસેથી વસુલાય છે. ખાલી એડવાન્સમાં 1 કે 2 લાખ રૂપિયા આપવાના હોય છે. આ પરીક્ષા 3 શિફ્ટમાં લેવાય છે. જેમાં NSCIT ના અધિકારીઓ અને GUVNL વડોદરાના અધિકારીઓ સંપર્કમાં હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજે જણાવ્યું હતું કે મને સમગ્ર માહિતી વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જેના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાનું જણાવ્યું છે.

યુવરાજે લગાવેલા આરોપોની રાજ્ય સરકાર કરશે તપાસ
ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ અંગે મોટી ખબર સામે આવી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજે ઊર્જા વિભાગમાં કરેલી ભરતી કૌભાંડોના આરોપોની રાજ્ય સરકાર તપાસ કરશે. ઉર્જા વિભાગના અગ્ર સચિવ મમતા વર્માની આગેવાનીમાં સમગ્ર કૌભાંડોની તપાસ થશે.

ધનસુરાના અવધેશ પટેલ કોણ છે?
અરવલ્લી ઊર્જા વિભાગમાં કૌભાંડ આક્ષેપ મામલામાં ધનસુરાના અવધેશ પટેલનું નામ ખૂલતા હડકંપ મચી ગયો છે. અવધેશ પટેલ ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. જેમના પર ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે, જ્યારે આ મુદ્દે મીડિયા પહોચતા તેઓ કાર મૂકી રવાના થયા હતા. અવધેશ પટેલે પોલીસ અટકાયતના ડરથી મીડિયા સામે આવવાનું ટાળ્યું હતું.

અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના ઉર્જા વિભાગની ભરતીમાં મોટા આક્ષેપો બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા છે. આઇજીના આદેશ બાદ અરવલ્લી પોલીસ સતર્ક બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એસપી સંજય ખરાતે ત્રણ ટીમો તપાસ માટે મોકલી આપી છે. ઊર્જા વિભાગ ભરતીમાં જે નામો ખુલ્યા છે તેમની તપાસ કરાશે. સાંજ સુધીમાં એસપી અરવલ્લીમાં પ્રેસ કોંફરન્સ કરી શકે છે.

ઊર્જા વિભાગની ભરતીમાં યુવરાજસિંહે કરેલા આરોપમાં મોટા સવાલ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે વધુ એક કૌભાંડનો આરોપ કર્યો ઊર્જા વિભાગે કરેલી ભરતીમાં કૌભાંડનો મોટો આરોપ UGVCL, PGVCL, DGVCL, MGVCLની ભરતીમાં કૌભાંડ

ઘણા અસામાજિક તત્વો આર્થિક લાભ લઈ કરી રહ્યા છે કૌભાંડ

કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા

‘એક જ ગામના 18 વિદ્યાર્થીઓ કઈ રીતે પાસ થાય?’

2021માં ઊર્જા વિભાગની ભરતીમાં કૌભાંડ થયાઃ યુવરાજ

UGVCL જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષામાં પણ કૌભાંડ

એક જ સીકવન્સમાં સરખા માર્ક કઈ રીતે આવી શકે?

ધનસુરાના શિક્ષક અવધેશ પટેલ મુખ્ય આરોપી