GNA BALASINOR – ARBAJ GANCHI

નવચેતન યુવક મંડળ અને શેખ ઘાંચી સમાજ, બાલાસિનોરના સહયોગથી સમૂહ ખત્ના કેમ્પનું આયોજન બાલાસિનોર ખાતે શેખ જમાતખાના રાજપુરી દરવાજામા કરવા મા આવ્યું… જેમાં બાલાસિનોર તેમજ આજુબાજુના ગામના મળી કુલ 57 બાળકો દ્વારા ખત્ના કેમ્પ નો લાભ લીધો હતો.

આ કેમ્પને સફળ બનાવવા માટે સમાજના જાગૃતિ નાગરિકો અને સખીદાતાઓએ દાન આપી ખૂબ પ્રોત્સાહન આપ્યું…

પ્રોગ્રામને સફળ બનાવા તથા મંડળ ને પ્રોત્સાહન આપવા માટે શેખ ઘાંચી સમાજના પ્રમુખશ્રી શેખ સબ્બીરભાઈ કાપડીયા,સમાજિક આગેવાન હાજી અબ્દુલગની જનોડવાળા,સામાજિક અને રાજકીય આગેવાન સમીરભાઈ શેખ વરધરીવાળા,શરીફભાઇ ઘંટીવાળા,ઐયુબભાઇ વસોવાળા,ર્ડો રસીદભાઈ તીખું, ગફુરભાઈ શેખ,બાલાસિનોર નગરપાલિકા સભ્ય તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહી સાથ સહકાર આપ્યો તે બદલ નવચેતન યુવક મંડળના સભ્યો બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન