મહિસાગર જિલ્‍લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારની મહીસાગરવાસીઓને માસ્‍ક પહેરવાની, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવાની અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની પણ કાળજી લેવાની અપીલ - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર જિલ્‍લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારની મહીસાગરવાસીઓને માસ્‍ક પહેરવાની, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવાની અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની પણ કાળજી લેવાની અપીલ

GNA MAHISAGAR – SAGAR ZALA

જીએનએ લુણાવાડા:– હાલ કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના સંક્રમણની સ્‍થિતિમાં વધારો થઇ રહ્યો છે. અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્‍ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્‍યાપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે.
આ કોરોના વાયરસ અને નવા વેરિએન્‍ટ એમીક્રોનની વૈશ્વિક મહામારી સામે દેશ સહિત રાજય સરકાર મકકમતાથી લડત આપીને કોરોનાને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે વહીવટી અને આરોગ્‍ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.
મહીસાગર-લુણાવાડાના જિલ્‍લા કલેકટર શ્રી ડૉ. મનિષ કુમારએ મહીસાગરવાસીઓને એક જવાબદાર નાગરિક તરીકે કોરોનાનું અને નવા વેરિએન્‍ટ ઓમીક્રોનનું સંક્રમણ ન ફેલાય અને દરેક નાગરિક સુરક્ષિત અને સલામત રહે તે માટે આપણી પણ ફરજ બની રહેતી હોય જરૂર હોય તો જ ઘરમાંથી બહાર નીકળીએ અને જયારે જરૂર કામ અર્થે કે અન્‍ય કોઇ કામ માટે ઘરની બહાર નીકળીએ ત્‍યારે અવશ્‍ય માસ્‍ક પહેરીને જ બહાર નીકળીએ અને જરૂરી સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ (દો ગજ કી દૂરી) જાળવવા અપીલ કરી છે.
તેમણે વધુમાં નાગરિકોને અપીલ કરતાં જણાવ્‍યું છે કે, આપણું કામ અહીં જ પુરૂં નથી થતું તેની સાથોસાથ પ્રશાસનની વ્‍યવસ્‍થાને સંપૂર્ણ સહયોગ આપીએ અને આરોગ્‍યની ગાઇડલાઇનનું પાલન કરી આપણા પરિવારના બાળકો અને વૃધ્‍ધ વડીલોની પણ ખાસ દરકાર કરી તેઓની તંદુરસ્‍તી જળવાઇ રહે તેમ કરવા પણ જણાવ્‍યું છે.
કલેકટરશ્રીએ નાગરિકોને કોરોના અને નવા વેરિએન્‍ટ ઓમીક્રોનના વધતા જતા સંક્રમણ સામે આપણે લડી રહ્યા છીએ. આ સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા માટે કેન્‍દ્ર અને રાજય સરકારના આરોગ્‍ય વિભાગની ગાઇડલાઇનનું પાલન કરી માસ્‍ક પહેરીએ, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવીએ અને વારંવાર સાબુ/સેનેટાઇઝરથી હાથ ધોવાની ખાસ કાળજી લેવાનું જણાવી નાગરિકોને હું પોતે સ્‍વસ્‍થ રહીશ અને મારા સમાજને સ્‍વસ્‍થ રાખવાનો પ્રયત્‍ન કરવા અને કોરોના તથા નવા વેરિએન્‍ટ ઓમીક્રોનના સંક્રમણને ફેલાતો અટકાવી માનવજીવનને તેનાથી બચાવવાનો પ્રયાસ કરીએ એ જ આજના સમયની માંગ હોઇ કટિબધ્‍ધ થવા જણાવ્‍યું છે.