
GNA AHMEDABAD-SANJIV RAJPUT
બ્રેવો ક્રાઇમ બ્રાન્ચ: અમદાવાદમાં ફાયરિંગ કરી લૂંટ ચલાવનાર 4 લોકોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા.
જીએનએ અમદાવાદ: અમદાવાદમાં ગઈકાલે ઇન્કમટેક્સ ખાતે ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો હતો જે કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી 4 લોકોને ઝડપી પાડયા છે.

અમદાવાદના વાડજ ખાતે હયાત હોટલ પાસે જાહેર રોડ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો બનાવ બન્યો હતો. જેમાં લૂંટારુઓએ કર્મચારી ને પગના ભાગે ગોળી મારી લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. પરંતુ તેઓ વધારે દૂર જાય એ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરદારનગર વિસ્તારમાં માયા સિનેમા નજીક આવેલ એક ત્રણ માળની બિલ્ડિગમાં ધાબા પર લૂંટના રૂપિયા અને દાગીનાની વહેંચણી કરતા હોવાની બાતમી મળતા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા હતા. લૂંટની કુલ 43 લાખ રૂપિયા અને 27 લાખ રૂપિયાના દાગીના જે તમામ મુદામાલ કબ્જે કરવાં આવ્યો હતો.

આ તમામ આરોપીઓને સરદારનગર થી પકડી પાડવામાં આવ્યા હતા. કુલ ચાર આરોપીઓ ભેગા મળી આ કારસો રચ્યો હતો અને લૂંટમાં ગયેલા તમામ રોકડ રૂપિયા અને દાગીના કબ્જે કરવામાં આવ્યા છે. સાથે લૂંટમાં વપરાયેલા બે બાઈક અને એક રીક્ષા કબ્જે કરવામાં આવી છે.

આરોપીઓ કુલ 4 લોકોએ ભેગા મળીને આ લૂટને અંજામ આપ્યો હતો. જેમાં 1. કિશનસીંગ મઝબી , ગોવિંદ રાજાવત , અમિત શવહરે અને બલરામ રાજાવત ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ ગુનાહિત પ્રવતિ સાથે સંકળાયેલા છે. જેમાં આરોપીઓ અગાઉ હત્યા લૂંટ જેવા ગુન્હાઓને અંજામ આપેલા છે. આ આરોપીઓએ આ પ્લાન થોડા દિવસ પહેલાજ બનાવ્યો હતો અને રેકી કરી અને આ લૂટને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં આરોપી કિશન રાજકોટ જેલ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો પંદર દિવસ પેરોલ પર બહાર આવી અને પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ગોવિંદ લૂંટ અને હત્યાના કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો પરંતુ વર્ષ 2016-17 માં પેરોલ જમ્પ કરી આજદિન સુધી નાસ્તો ફરતો હતો. આરોપી અમિત પણ ગુન્હાઓ દાખલ થયેલા છે અને છેલ્લે ડિસા પોલીસે તેને ફાયરિગના ગુન્હામાં પકડ્યો હતો. અને ચોથો આરોપી બલરામ ને લૂંટ કરવા જતા પહેલા જ બલરામને ગોળી વાગી અને ભાંડો ફૂટતા તેને ડીસા પોલીસે ઝડપી લીધો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને વાડજ પોલીસને સોંપી વધુ તપાસ શરુ કરી છે તેમ ડીપી ચુડાસમા, ACP અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન