Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લાની ગંગા સ્વરૂપા બહેનોને સહાય અંગે પ્રશ્ન હોય તો વોટ્સ-અપ દ્વારા નિરાકરણ થશે


જીએનએ લુણાવાડા :- મહીસાગર જિલ્લામાં સરકારશ્રી દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક ટેકો મળી રહે તેમજ સ્વમાન સાથે પોતાનું ગુજરાન ચલાવી શકાય તે માટે વર્ષ ૨૦૨૧ નવેમ્બર–ડીસેમ્બર માસમાં સુધીમાં કુલ-૨૧,૯૧૮ વિધવા બહેનોને રૂ.૫.૬૦ કરોડની ચુકવણી કરવામાં આવી છે.
મહીસાગર જિલ્લામાં ગંગા સ્વરૂપા બહેનોને મામલતદાર કચેરી અને જિલ્લા સુધી જવું ના પડે લાભાર્થીઓના સહાય બાબતે કોઇ પ્રશ્ન હોય તો જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે ફોન નં. ૦૨૬૭૪- ૨૫૦૧૮૧ પર વોટ્સ-અપની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે મારફતે લાભાર્થી પોતાનો મંજુરી હુકમ, બેંક/પોસ્ટ પાસબુકની કોપી અને આઇ.ડી.પ્રુફ મોકલી આપવાથી લાભાર્થીઓના પ્રશ્ન બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે. તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી, તેમજ વ્હાલી દિકરી અરજી ફોર્મ, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અરજી ફોર્મ, નવેસરથી વિધવા સહાય મેળવવાનું અરજી ફોર્મ અને સહાય મંજુર થઇ હોય વિધવા સહાયના નાણા ન મળતા હોય તો ફરીથી ચાલુ કરવા માટે અરજીનો નમૂનો લાભાર્થી દ્વારા પ્રથમ વખત વોટ્સ-અપ પર જ “HI” મેસેજ કરવાથી ગુગલ લીંક મળી જશે અને લાભાર્થી સહેલાઇથી ઘરે બેઠા ઉપરોક્ત સેવાઓ બાબતે લાભ લઇ શકશે.
અગાઉ ગંગા સ્વરૂપા બહેનોને સહાય આપવાની ઝુંબેશ સ્વરૂપે જે લાભાર્થીઓને માર્ચ-૨૦૨૦ પહેલા સહાય મંજુર થઇ હતી પરંતુ તેમને ચુકવણી બાકી હોય તેવી ૨૩૮૮ બહેનોને નવેમ્બર-૨૦૨૧ સુધીમાં રૂા. ૧.૭૨ કરોડ જેટલી રકમ લાભાર્થીઓને તેમના બેક ખાતમાં જમાં કરવામાં આવી હતી. રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા જિલ્લાની ગંગા સ્વરૂપ બહેનોને આર્થિક સહાય મળી રહે તે માટે સરકારે માસિક રૂ. ૧૨૫૦/- ની સહાય ચૂકવવામાં આવે છે. જેથી આ બહેનો પોતાનું ગુજરાન માનસભર ચલાવી શકે. આ બહેનોને DBT ના માધ્યમથી તેઓના બેન્ક/પોસ્ટ ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવે છે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.