અરવલ્લીઃવાત્રક નદીને પ્રદુષિત થતાં અટકાવવા પ્રજાની પડખે આવતાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા…. - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અરવલ્લીઃવાત્રક નદીને પ્રદુષિત થતાં અટકાવવા પ્રજાની પડખે આવતાં પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા….


GNA ARAVALLI – JAGDISH PRAJAPATI.

જીએનએ અરવલ્લી :- અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાંથી પસાર થતી વાત્રક નદીના કિનારે ડમ્પીંગ સાઈટ બનાવવાના વહેતા થયેલા અહેવાલો વચ્ચે હંમેશા હંમેશા પ્રજાને પડખે ઊભા રહેતા પુર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ફરી એક વાર પ્રજાની સમસ્યા જાણી પડખે ઊભા થયા છે. *. વધુ પ્રાપ્ત માહિતી મુજબ વાત્રક નદી કાંઠે આવેલા બાયડ તાલુકાના અલવા ગામની હદમાં આવેલી નવરત્ન સ્ટોન ઇન્ડસ્ટ્રીઝ ની સર્વે નં – ૧૨૫/૧, ૧૨૫/૨, ૧૨૫/૩ જમીનમાં “મેસર્સ નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ” કંપની કેમિકલ ડમ્પીંગ સાઈડ બનાવવનો નિર્ણય કર્યો છે, જે વિસ્તારના ખેડૂતો તેમજ પશુ – પંખીઓ અને પર્યાવરણ માટે ભારે જોખમી પુરવાર થાય તેમ છે,અને વિસ્તારના તમામ લોકોનો ભારે વિરોધ છે, તેમ છતાં ” ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ” ના અમુક ભ્રષ્ટાચારી અધિકારીઓની મીલીભગતના કારણે પ્રજાના સખત વિરોધની વચ્ચે પણ પરાણે તા.૨૮/૦૧/૨૦૨૨ ના રોજ લોક સુનાવણી હાથ ધરવા જાહેર કરવામાં આવ્યું છે અને તા.૨૮ જાન્યુઆરીએ યોજાનાર લોક સુનાવણીનો પણ વિસ્તારના લોકો સખત વિરોધ કરી રહ્યા છે…..

જે બાબતે સતત પ્રજાની પડખે રહી પોતાના વિસ્તારની પ્રજાની વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહેતાં વિસ્તારના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ વર્તમાન સમયમાં કોરોના ની ત્રીજી લહેર ચાલી રહીછે, અને સરકારશ્રી દ્વારા કોરોનાની ગાઈડ લાઈન જાહેર કરવામાં આવેલી છે, ત્યારે ” ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ “, ગાંધીનગર દ્વારા તા.૨૮ જાન્યુઆરીએ રાખવામાં આવેલી લોક સુનાવણી હાથ ધરવામાં આવનાર છે તેનો સખત વિરોધ કર્યો છે અને લોક સુનાવણી રદ કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરી છે…પૂર્વ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ વધુમાં “ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ” ના સત્તાધીશોને વિનંતી સાથે જણાવ્યું હતું કે, વિસ્તારના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખી વાત્રક નદીને પ્રદુષિત થતી અટકાવવા અહીંયા કોઈ પણ પ્રકારની જોખમી કેમિકલ ડમ્પીંગ સાઈડને “ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ” દ્વારા મંજૂરી આપવામાં ન આવે….. *. જગદીશ પ્રજાપતિ. અરવલ્લી.