Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી અધ્યક્ષતામાં કોરોના જનજાગૃતિ અંગે ફ્લેગ માર્ચ યોજાઇ.

GNA MAHISAGAR – SAGAR ZALA

  • લુણાવાડાના મુખ્ય બજારમાં લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત કરવા સાથે માસ્કનુ વિતરણ તેમજ કોરોના સંદર્ભે જાહેરનામાનો અમલ કરવા સૂચના અપી


જીએનએ લુણાવાડાઃમહીસાગર જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનીષકુમારની અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી, જિલ્લા પોલીસ વડા શ્રી આર.પી.બારોટની ઉપસ્થિતિમાં કોરોના જનજાગૃતિ અર્થે લુણાવાડા નગરના માર્ગો પર ફલેગ માર્ચ યોજાઇ હતી.

જેમા અધિકારીઓના કાફલાની આગળ લાઉડ સ્પીકરથી લોકોને જાગૃત કરવા સાથે માસ્કનુ વિતરણ તેમજ કોરોના સંદર્ભે જાહેરનામાનો અમલ કરવાની સૂચનાઓ અપાતી હતી.

આ ફ્લેગ માર્ચમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષકુમારે કોરોનાની ત્રીજી લહેરને ગંભીરતાથી લઇ મહીસાગર જિલ્લા વાસીઓને સાવચેત રહેવા અપીલ કરી હતી. કોરોના વાઇરસથી રક્ષણ માટે માસ્ક, વારંવાર હાથ ધોવા, સોશ્યલ ડિસ્ટન્સ સહિતના સુચનાઓનું પાલન કરવા જનજાગૃતિના ઉદેશ્યથી આ ફ્લેગ માર્ચનુ આયોજન કરવામાં આવ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ ફ્લેગ માર્ચ મહીસાગર જિલ્લા સેવા સદનથી પ્રસ્થાન થઇ વરધરી રોડ લુણેશ્વર પોલીસ ચોકી, ચાર કોશીયા નાકા, નગરપાલીકા, કોટેજ ત્રણ રસ્તા, ધોળી રોડ, એસ.પી. ઓફિસ, બીએસએનએલ ઓફિસ થઇ સેવાસદન પરત ફરી હતી.

ફુવારા ચોકથી પદયાત્રા માંડવી બજાર, અસ્તાના બજાર, વાવવાળા માર્કેટ દરકોલી દરવાજા સુધીના માર્ગો પર રસ્તામાં માસ્કનું વિતરણ કરી લોકોને કોરોના અંગે સાવચેત કર્યા હતા. પોલીસ અધિકારીશ્રીઓ કર્મીઓ સહિત પાલિકા કર્મચારીઓ, આરોગ્ય કર્મીઓ જનજાગૃતિ ફ્લેગ માર્ચમાં જોડાયા હતા.