પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નિરણ કરવું જોઇએ
જીએનએ લુણાવાડા :: ઉત્તરાયણનો પર્વ પંતગોત્સવ સાથે સાથે દાન-ધર્મ કરવાનો ભાવ પણ છે. આ દિવસે નાગરિકો દ્વારા પોતાની યથાશક્તિ અનુસાર પશુઓને લાડું, ગોળ, અનાજ તથા લીલોચારો ખવડાવવામાં આવે છે. આ પ્રકારનો ખોરાક પશુઓનો રોજિંદો ખોરાક ન હોવાથી અને વધુ માત્રામાં પશુઓ આ ખોરાક ખાઇ જાય તો આફરો, અપચો, એસીડોસીસના પ્રશ્નો ઉદ્દભવે છે. પશુઓને આવો વધુ પડતો ખોરાક ખાવાથી વધુ આફરો ચઢે તો પશુને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે. આ પ્રશ્ન ઉદ્દભવે અને જો પશુઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર ન મળે તો પશુનું મૃત્યૃ પણ થવાની સંભાવના રહેતી હોય છે. જેથી કોઇ પશુનું મૃત્યુ ન થાય તે માટે આ પ્રકારનો ખોરાક પશુઓને ન ખવડાવતા અને પશુઓને લીલાચારાની જગ્યાએ સુકાચારાનું નીરણ કરવું જોઇએ.
જો આવા કોઇ પશુઓને આવી કોઇ તકલીફ જણાઇ આવે તો તુરત જ આ અંગેની જાણ નજીકના પશુપાલન સારવાર કેન્દ્રમાં કરવી જોઇએ અગર તો પશુપાલન વિભાગના શરૂ કરવામાં આવેલ વોટસઅપ નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર સંપર્ક કરી પશુઓના જીવન બચાવવાની કામગીરી ઉમદા ભાવ સાથે આપણે આપણી ફરજ બજાવવી જોઇએ.
More Stories
અંબાજી મંદિરમાં મહિલાઓ સાથે ધક્કામુકી અને દાદાગીરીથી પોતાનો વટ જમાવતા હોમગાર્ડ જવાનોથી ભક્તોમાં રોષનો માહોલ.
સાવલીના મોક્ષી ગામમાં MD ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ , 200 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયુ જેની કિંમત 1 હજાર કરોડનું ડ્રગ્સ જપ્ત
અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે દેશભક્તિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું