Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

કોરોના સામે વધુ સુરક્ષા માટે મહીસાગર જિલ્લામાં પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ આપવાની શરૂઆત

GNA MAHISAGAR – SAGAR ZALA

  • બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા થયા હોય તેવા હેલ્‍થ કેર, ફ્રન્‍ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્‍યક્‍તિઓ પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ લઇ શકશે
  • મહીસાગર જિલ્‍લામાં ૨૪,૧૮૫ હેલ્‍થ વર્કર, ફ્રન્‍ટલાઇન વર્કર અને ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યકતિઓને પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ આપવાનું આયોજન


જીએનએ લુણાવાડા :: વધતા જતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોન વેરીયન્‍ટના વ્‍યાપને પગલે રાજ્‍ય સરકારે તા.૮મી જાન્‍યુઆરીથી અનિવાર્ય સંજોગોમાં છુટછાટ આપાવાની સાથે વધુ નિયંત્રણો અમલી બનાવ્‍યા છે. વિદેશથી આવેલા નાગરિકોને સાત દિવસ માટે ૭ દિવસ માટે ફરજિયાત હોમ કવોરોન્‍ટાઇન રહેવા જણાવ્‍યું છે. વેકસીન ન લીધી હોય એવા વ્યક્‍તિઓને કોરોના સંક્રમણ થવાનો ભય વધારે હોય વહેલી તકે રસી લેવી ખૂબ જ જરૂરી છે.
મહીસાગર જિલ્લામાં તા.૧૦/૧/૨૦૨૨થી હેલ્‍થ કેર વર્કર, ફ્રન્‍ટલાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યક્‍તિઓની પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ આપવાનો પ્રારંભ જિલ્‍લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણીના માર્ગદર્શન અને મુખ્‍ય જિલ્‍લા આરોગ્‍ય અધિકારી ડૉ. એસ. બી. શાહની રાહબરી હેઠળ કરવામાં આવ્‍યો હતો.
આ અંગેની વિગતો આપતાં મુખ્‍ય જિલ્‍લા આરોગય અધિકારી ડૉ. એસ. બી. શાહે જણાવ્‍યું કે, આ રસી લેવાથી વ્‍યક્‍તિના શરીરમાં કોરોના વિરોધી એન્‍ટીબોડીઝનું સ્‍તર ઊંચુ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થશે. જે વ્‍યક્‍તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય તેવી વ્‍યક્‍તિઓ પ્રિકોશન (બુસ્‍ટર) ડોઝ લેવાને પાત્ર બને છે.
મહીસાગર જિલ્લામાં ૫,૧૨૪ હેલ્‍થ કેર વર્કર, ૮,૫૫૬ ફ્રન્‍ટલાઇન વર્કર અને ૧૦,૫૦૫ ૬૦ વર્ષથી ઉપરના કોમોર્બીડીટી (ગંભીર પ્રકારની) રોગ ધરાવતા વ્‍યક્‍તિઓ મળી કુલ-૨૪,૧૮૫ વ્‍યકિતઓને ક્રમાનુસાર બુસ્‍ટર ડોઝ આપવાનું જિલ્લા આરોગ્‍ય તંત્ર દ્વારા ઘનિષ્‍ઠ આયોજન ઘડી કાઢવામાં આવ્‍યું છે.
તા. ૧૦થી શરૂ થયેલ આ પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ લેવા માટે હેલ્‍થ વર્કર, ફ્રન્‍ટલાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યકિતઓમાં ઉત્‍સાહ જોવા મળ્યો હતો. અને તા.૧૧મીના રોજ સાંજના ૬-૦૦ વાગ્‍યા સુધીમાં ૩૦૭૧ હેલ્‍થ વર્કર ૨૦૮૧ ફ્રન્‍ટલાઇન વર્કર તથા ૪૬૬૯ – ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્‍યકિતઓએ પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ જયારે જિલ્‍લામાં ૧૫ થી ૧૮ વર્ષના ૫૭૯૦૨ કિશોર-કિશોરીઓએ પણ પ્રથમ ડોઝ મૂકાવી કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકાવીને સુરક્ષા કવચ ગ્રહણ કરી લીધો હોવાનું ડૉ. શાહે વધુમાં જણાવ્‍યું છે.
શ્રી શાહે વધુમાં જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્‍યક્‍તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો ૧૫ થી ૧૮ વર્ષના જે કિશોર-કિશોરીઓએ હજુ સુધી રસી નથી મૂકાવી તેઓને તથા જેઓ પ્રીકોશન (બુસ્‍ટર) ડોઝ લેવાને પાત્ર થયા હોય તેઓને બુસ્‍ટર ડોઝ મૂકાવી દેવા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર અને જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી કે. ડી. લાખાણી દ્વારા મહીસાગરવાસીઓને અનુરોધ કરવામાં આવ્‍યો હોવાનું જણાવ્‍યું છે.