Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ડ્રોન કેમેરાની મદદથી દેશી દારુની ભઠ્ઠી નો કેસ શોધી કાઢતી મહીસાગર જિલ્લા પોલીસ

GNA LUNAWADA – SHAILESH PAGI


નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ એસ ભરાડા સાહેબઓ ગોધરા રેન્જ તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાકેશ બારોટ સાહેબનાઓએ ડ્રોન કેમેરા મદદથી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર કાયદેસરની કરવા સારું સૂચના આપેલ જે અનુસંધાને એસ ઓ જી શાખાના પોલીસ ઇન્સ શ્રી ડી બી પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી તથા એલસીબીના માણસોની ટીમ ની રચના કરેલ
જે અનુસંધાને એસ ઓ જી પો સ ઇ શ્રી કે સી પારગી તથા એસ ઓ જી તથા એલસીબીના માણસો દ્વારા લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજગઢ ગામે ખુલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની માહિતી મળતા રાજગઢ મુકામે જઈ ડ્રોનનો ઉપયોગ કરી ડ્રોન દ્વારા વિડિઓ ગ્રાફી ચેક કરતા કોતરના કિનારા ઉપર ધુમાડો નીકળતો જણાયેલ આવેલ જેથી ડ્રોન કેમેરા દ્વારા જોતા દેશી દારૂની ભઠ્ઠી જણાય આવતા લુણાવાડા પોલીસ સ્ટેશન ના માણસોને સાથે રાખી ઉપરોકત કોતર વાળી જગ્યા ઉપર રેઇડ કરતા એક ઈસમ હાજર મળી આવેલ હોય અને તેને પકડી પાડી તેનું નામ ઠામ પુછતાં પોતે પોતાનું નામ ફુલાભાઈ કાળુભાઇ પાડોર રહે રાજગઢ તા લુણાવાડા જી મહિસાગર નો હોવાનું જણાવે છે સદર જગ્યાએ જોતા દેશીદારૂની ભઠ્ઠી મળી આવેલ જેમાં એક માટીના માટલામાં દારૂ ગાળવા માટે ભરી રાખેલ વોશ મળી આવેલ જેમાં તપાસ કરતા દેશી દારૂ ગાળવા માટેનું મહુડા તથા ગોળનો વોશ મળી આવેલ જેથી ડ્રોન કેમેરાની મદદથી દેશી દારૂની ભઠ્ઠીનો કેસ શોધી કાઢી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ લુણાવાડા પો.સ્ટેને શોધવામાં આવેલ છે