Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના માંડલ તાલુકાના હાસલપુર પાસેથી ₹56,12400નો વિદેશી દારૂ સહિત ₹.6617400નો મુદ્દામાલ પકડાયો .

GNA AHEMDABAD – SAGAR ZALA

  • માંડલ તાલુકાના હાંસલપુર પોલીસ સ્ટેશનના હાંસલપુર ત્રણ રસ્તા નજીક ટ્રક ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો કુલ મળીને રૂપિયા 66 લાખ ૧૭ હજાર 400 મુદ્દામાલ પકડી પાડતી હાંસલપુર પોલીસ.

અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના માંડલ તાલુકાના હાસલપુર પાસે ₹56,12,400 નો વિદેશી દારૂ પકડાયો. હાંસલપુર પો.સ્ટે.ના સ્ટાફ હાંસલપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હાસલપુર ત્રણ રસ્તા નજીક સીતાપુર તરફ ગજ જિનની બાજુમાં આવેલ ફોજી ઢાબા નજીકના કન્ટેનર પાર્કિંગમાં પાર્ક કરેલ ટ્રક ગાડી તથા ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કી. ₹.૬૬,૧૭,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડતી હાંસલપુર પોલીસ* મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી વી. ચંદ્રશેખર સાહેબ અમદાવાદ રેન્જ તથા મહે. પોલીસ અધિક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ,અમદાવાદ ગ્રામ્ય તથા મે. મદદનીશ પોલીસ અધિક્ષક,શ્રી ડો.લવીના સિન્હા સાહેબ, વિરમગામ વિભાગ, વિરમગામ નાઓએ અમદાવાદ ગ્રામ્ય વિરમગામ ડીવીઝન વિસ્તારમાં પ્રોહિ.ની પ્રવૃત્તિ સદંતર નાબુદ રહે તે સારૂ કરેલ સૂચના અનુસંધાને પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે હાંસલપુર ત્રણ રસ્તા નજીક સીતાપુર તરફ ગજ જીનની બાજુમાં આવેલ ફોજી ઢાબા નજીક કંન્ટેનર પાકીગમાં પાર્ક કરેલ કંન્ટેનરોની બાજુમાં એક લોડીંગ ટ્રક કાળી તાડપત્રી ઢાંકેલ શંકાસ્પદ હાલતમાં પડેલ છે જે બાતમી મુજબ સદર જગ્યાએ પોલીસ સ્ટાફના માણસો સાથે જઇ તપાસ કરતા એક કટા-મોટર્સે કંપનીની EPT/31184TC મોડલની બાર વ્હીલવાળી ટ્રક નંબર RJ 04 GA 4034 ની જણાયેલ જેમાં તપાસ કરતા કોઇ ડ્રાઇવર કે માલીક હાજર મળી આવેલ નહી જેથી મળી આવેલ ટ્રક ચેક કરતા જેની તાડપત્રી ખોલી જોતા ઉપરના ભાગે તેમજ આજુબાજુ મગફળી ભરેલ પ્લાસ્ટીકની થેલીઓની નીચે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડના બોકસ નંગ ૯૯૫ જે કુલ બોટલો નંગ ૨૨૬૬૮ જે વિદેશી દારૂની કિ.રૂ ૫૬,૧૨,૪૦૦/- ની ગણી તેમજ સદર ટ્રકની કિ.રૂ ૧૦,ooooo/ની ગણી કુલ મુદામાલ કિ.રૂ.૬૬,૧૭,૪૦૦/- સાથે મળી સદર ટ્રક ચાલક સ્થળ ઉપર હાજર મળી નહીં આવી ટ્રક નંબર RJ 04 GA 4034 ના આજથ્થા ચાલક ડ્રાઇવર વિરૂધ્ધમાં પ્રોહિબિશન ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવેલ છે સદર કામગીરી કરનાર પોલીસ અધિકારી/કમૅચારી (૧) ઇ.પો.ઇન્સ.શ્રી આર.એમ.દેસાઇ (૨) એ.એસ.આઇ કૈશિકભાઈ રણછોડભાઇ (૩) અ.હે.કો રોહીતભાઇ માધુભાઇ (૪) અ.હે.કો વિષ્ણુભાઇ ગફુરભાઇ (૫) અ.હે.કો મેહુલભાઇ યોગેશભાઇ (૬) અ.લો.ર જગાભાઇ પાંચાભાઈ (૭) અ.લો.ર હીતેષભાઇ રામજીભાઇ (પી.એસ. આઈ. શ્રી.આર.એમ.દેસાઇ)