Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અમદાવાદની એક હોસ્પિટલ સ્ટાફના સથવારે દર્દીઓ બિમારીનું દર્દ ભૂલ્યા અને તહેવારની ઉજવણીનું ચહેરા પર સ્મિત રેલાયું.

GNA Ahmedabad-Sanjiv Rajput

અમદાવાદની એક હોસ્પિટલ સ્ટાફના સથવારે દર્દીઓ બિમારીનું દર્દ ભૂલ્યા અને તહેવારની ઉજવણીનું ચહેરા પર સ્મિત રેલાયું.

જીએનએ અમદાવાદ: માનસિક બીમારીની સારવારમાં ઘણી બધી રીતો નો સમાવેશ થતો હોય છે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ, તહેવાર ઉજવણી, કરવાથી તેવો ઉત્સાહ, આત્મવિશ્વાસ, અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવાય માનસિક બીમારીમાં એકલતા દૂર કરવામાં દર્દીની ભાગીદારી કેળવાય તેવા કાર્યો ખુબ મહત્વ પૂર્ણ સાબિત થાય છૅ.

માનસિક આરોગ્યની હોસ્પિટલ અમદાવાદ ખાતે દર વર્ષ ઉતરાણ, દિવાળી, હોલી, નવરાત્રી, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી જેવા તમામ રાષ્ટ્રીય અને ધાર્મિક આધ્યાત્મિક પર્વો ની ઉજવણી થતી હોય છૅ.

હોસ્પિટલનાં અધિક્ષક ડૉક્ટર અજયભાઇ ચૌહાણ અને સામાજિક વિભાગ નાં અધિકારી અર્પણ નાયક આવા પ્રસંગે વિવિધ દાતાઓ અને સેવા ભાવી સંસ્થા ઓ નાં સહયોગ થી ખૂબ ઉત્સાહી વાતાવરણ સર્જન કરે છૅ તેવો નાં આનંદ માં વધારો થાય તે માટે સ્ટાફ પોતાના પરિવાર સાથે રહ્યા વગર દર્દીઓ સાથે તહેવાર ઉજવણી કરતાં હોય છૅ.

આવી હોસ્પિટલ દર્દીઓ ની તમામ સેવા કરી દર્દીઓ ની મુશ્કેલ દૂર કરવા પ્રયત્ન કરતાં હોય છૅ આ હોસ્પિટલ માં બહાર થી આવતા દર્દીઓ ને ભોજન માટે અન્નપૂર્ણા ભોજન યોજના દાતા નાં સહયોગ થી 2 વર્ષ થી શરૂ કરવા માં આવી છૅ જેમાં બહારગામ થી આવતા દર્દીઓ ને દાળ ભાત, શાક, રોટલી નું પૂરું ભોજન પીરસવા માં આવે છૅ રોજ નાં 40 થી 50 દર્દીઓ ને ભોજન આપવામાં આવે છે.

ઓપીડી વિભાગમાં આવતા દર્દીઓને ભોજનની સુવિધા ઊભી કરતી રાજ્યની પ્રથમ હોસ્પિટલ છૅ જે દાખલ અને દવા લેવા આવતા દર્દીઓને ભોજન સહીતની સુવિધા પુરી પાડે છૅ.

દર્દીઓ પોતાના દર્દને ભૂલી આજે ઉતરાયણ પર્વ ની ઘરની જેમ ઉજવણી કરતાં જોવા મળે છૅ આવી હોસ્પિટલ અને સેવા કરતાં સ્ટાફ ને ખૂબ ખૂબ અભિનંદન..