GNA BALASINOR – BRIJESH PATEL
બાલાસિનોર:નગરના છોટી ગોકુલ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત રાત્રિએ એક સાથે બંધ ચાર મકાનોમાં તાળા તોડી મોટી રકમની ચોરી થતા તથા નિશાચર બેફામ બનતા નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ સાઈબાબા મંદિર નજીક આવેલ છોટી ગોકુલ વિસ્તારમાં રાત્રી દરમિયાન બંધ ચાર મકાનમાં તાળા તોડી ચોરી થતાં મકાનોના રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.

છોટી ગોકુલ વિસ્તારમાં આવેલ (૧)દીપકભાઈ દશરથભાઈ નાયક (૨)બાબુભાઈ સબૂરભાઈ પ્રજાપતિ (૩)ભારતીબેન જયંતીલાલ પ્રજાપતિ(૪) મહેશભાઈ દશરથભાઈ નાયકના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી થયા બાબતે પોલીસને જાણ કરી, આ બાબતે તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે આ ચાર મકાન બંધ રહેતા હોવાનું અને રહીશો હાજર ન હોઈ ,તેમાં મોટી રકમની ચોરી થયાની શંકા સેવાઇ રહી છે. કયા મકાનમાંથી કેટલી ચોરી થઈ તેની કોઇ ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થયેલ નથી.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન