GNA GIR SIMNATH – SAGAR ZALA

- ગીર સોમનાથ જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લીધો
- મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવતા શ્રી ભુપેન્દ્ર પટેલ
- મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા.
- મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધન્યતા અનુભવી હતી .

મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ સમક્ષ ગુજરાતના લોકોની આરોગ્ય -સુખાકારી સમૃદ્ધિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના યાચના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લઇ ભગવાન ગણેશજીના પણ દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની શાસ્ત્રોકત પૂજા પણ કરી હતી .
મુખ્યમંત્રીશ્રીએ વીર શહીદ હમીરસિંહ ગોહિલના સ્મારક ખાતે પણ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

દર્શન વેળાએ મુખ્યમંત્રીશ્રીની સાથે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજયના પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રામીબેન વાઝા, જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ , પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા ,શ્રી જે.ડી.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહ પરમાર, શ્રી યશોધર ભટ્ટ ,સોમનાથ ટ્રસ્ટના મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પૂર્વે મુખ્યમંત્રીશ્રીનુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
More Stories
અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.
બનાસકાંઠા જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો માટે જિલ્લાકક્ષાનો આંતરિક બદલી કેમ્પ યોજાયો.
સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન