પોરબંદર નેવલ એરિયામાં 108 FT ફ્લેગ માસ્ટનું ઉદ્ઘાટન કરાયું. - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

પોરબંદર નેવલ એરિયામાં 108 FT ફ્લેગ માસ્ટનું ઉદ્ઘાટન કરાયું.

GNA AHEMDABAD – SANJIV RAJPUT

જીએનએ અમદાવાદ:પોરબંદરમાં 23 જાન્યુઆરી 2022ના રોજ ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયાના રિઅર એડમિરલ મનિષ ચઢા, નેવલ ઓફિસર ઇન-ચાર્જ (ગુજરાત) કોમડોર નિતિન બિશ્નોઇ VSM, ભારતીય નૌસેના અને ભારતીય તટરક્ષક દળના કર્મીઓ, જિલ્લાના અધિકારીઓ અને શાળાના બાળકોની ઉપસ્થિતિમાં INS સરદાર પટેલ ખાતે 108 ફુટના સ્મારક ફ્લેગસ્ટાફ ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.

ભારતીય નૌસેનાના આ ફોરવર્ડ ઓપરેશનલ બેઝ ખાતે ફ્લેટસ્ટાફ લગાવવાનો ઉદ્દેશ રાષ્ટ્રવાદની ભાવના વધુ મજબૂત બનાવવાનો અને સમગ્ર દેશમાં વધુ ભારતીયો દ્વારા મોટી સંખ્યામાં વિવિધ સ્થળો પર ‘તિરંગો’ લહેરાવવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો છે.