મહીસાગર જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી લુણાવાડા ખાતે કરાઇ - Asia's Largest Independent News Service

Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી લુણાવાડા ખાતે કરાઇ

GNA MAHISAGAR – SAGAR ZALA

  • મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.મનીષકુમાર ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી
  • આ પર્વમાં શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનો તેમજ કરૂણા અભિયાન અને ૧૦૮ માં શ્રેષ્ઠ કામગીરી કરનારનુ સન્માન કરાયું
  • પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કરાયું

જીએનએ લુણાવાડા :- મહીસાગર જિલ્લામાં ૭૩માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે કોરોના અંતર્ગત જાહેર કરાયેલ ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ. મનીષકુમાર બંસલે ધ્વજ વંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન કર્યા બાદ શ્રી ડૉ. મનીષકુમારે પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી હતી. તેમજ આ પર્વમાં કરૂણા અભિયાન અને ૧૦૮ માં શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. તેમજ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોનું શાલ ઓઢાડી સંન્માન કરવામાં આવ્યું હતું.

૭૩માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. બંષલે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે નાગરીકોને શુભકામના પાઠવી સંબોધતાં જણાવ્યું હતું કે, આજના આ પર્વની ઉજવણી લુણાવાડા ખાતે થઇ રહી છે.

તે આપણા બધા માટે ગૌરવની વાત છે તેમજ ભારતની આઝાદી માટે જાન ન્યોછાવર કરનારા અનેક નામી અનામી શહિદોને શ્રધ્ધા સુમન અર્પણ કરૂ છું. સરદાર વલ્‍લભભાઇ પટેલે દેશી રજવાડાંઓનું એકત્રીકરણ કરીને દેશની એકતા અને અખંડિતતા ટકાવી રાખવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતું. ત્‍યારે આપણા સૌની પણ પવિત્ર ફરજ બની રહે છે કે દેશની એકતા અને અખંSડિતતા ટકાવી રાખવા માટે આપણે સૌએ સંકલ્‍પબધ્‍ધ થવું પડશે.

ડૉ. ભીમરાવ આંબેડકર માત્ર બંધારણ નિર્માતા, અસ્‍પૃશ્‍યતા સામે લડનાર એક સામાજિક યોધ્‍ધા, અર્થશાસ્‍ત્રી કે મહિલા સશકિતકરણ માટે ઝઝૂમનાર નેતા કે દલિત નેતા જ નહોતા પણ તેઓ એક મહાન રાષ્‍ટ્રનિર્માતા હતા.

ઇ.સ. ૧૯૧૩માં સંતરામપુર તાલુકામાં આવેલ માનગઢ હીલ્‍સ ખાતેનો સ્‍વાતંત્ર્ય સંગ્રામ એ ભવ્‍ય પરંપરા અને ગૌરવશાળી ઇતિહાસની ઘટના છે. આ સંગ્રામમાં ગોવિંદ ગુરૂની રાષ્‍ટ્રભકિતની પ્રેરણાથી અંગ્રેજો અને આદિવાસીઓનો સંઘર્ષ થયો હતો. જેમાં ગોવિંદ ગુરૂના અનુયાયીઓ ૧પ૦૭ જેટલા આદિવાસીઓએ દેશપ્રેમ માટે શહાદત પામ્‍યા હતા. આ ગૌરવશાળી ઘટનાને યાદ કરતાં હું ગૌરવ અનુભવું છું.

જિલ્લાના દરેક નાગરિકને ઘર આંગણે ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળે અને સ્વસ્થ, સલામત અને સુરક્ષીત મહીસાગર રહે એ માટે દિવસ રાત મહેનત કરીને નિષ્ઠાપૂર્વક આરોગ્ય વિભાગે જનતાની પડખે ખભે ખભા મિલાવીને સેવા કરી છે. કોરોના મહામારીને અંકુશમાં લેવાની એક માત્ર આશા હતી એવી કોરોના વેક્સિન.

મહીસાગર જિલ્‍લામાં કોરોના વેક્સિનના પ્રથમ ડોઝનો પ્રારંભ ગત જાન્‍યુઆરી, ૨૦૨૧થી કરવામાં આવ્‍યો હતો તેમાં અને બીજા ડોઝ દરમિયાન મેડીકલ, પેરામેડીકલ, નર્સિંગ તેમજ સફાઇ કર્મીઓએ જેઓએ પોણા બે વર્ષના વધુ સમયગાળાથી સતત ખડેપગે રહીને રાઉન્‍ડ ધી કલોક જિલ્‍લાના કોરોનાગ્રસ્‍ત દર્દીઓની સેવા-શુશ્રુષા સાથે વેકસિન આપવાની કામગીરી સુપેરે પાર પાડી છે.

આ કામગીરીના પરિણામ સ્‍વરૂપ પ્રથમ ડોઝની સો ટકા કામગીરી કરીને જિલ્‍લાએ રાજય કક્ષાએ પ્રથમ પાંચ જિલ્‍લામાં સ્‍થાન હાંસલ કર્યું હતું. બીજા ડોઝની કામગીરી ઉતકૃષ્ટ કામગીરી કરીને જિલ્‍લાએ રાજયમાં આગવું સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે. રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના ૯૦% નાગરિકોને પહેલો ડોઝ અપાઈ ગયો છે. રાજ્યના ૧૫ થી ૧૮ વર્ષની વયના યુવાનોને કોવિડ -૧૯ થી સુરક્ષિત કરવા મહાઅભિયાન આરંભીને રાજ્યના પ્રત્યેક યુવાનને રસી આપવા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

જિલ્‍લાના નાગરિકોને સમયસર સારવાર મળી રહે અને તેઓની આરોગ્‍ય સુખાકારી જળવાઇ રહે તે માટે રાજયમાં આપણા જિલ્‍લાએ સૌ પ્રથમ સંજીવની બાઇક એકસપ્રેસનો પ્રારંભ કરી નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

“ખિલૌના ખુશીયો કા” અને “પ્રોજેક્ટ હોપ્સ” નામના બે સંવેદનશીલ પ્રોજેકટને જિલ્‍લાના નાગરિકો અને મારા વહીવટીતંત્રના અધિકારીઓ/કર્મચારીઓ તરફથી ખૂબ જ ઉમદા સહયોગ પ્રાપ્‍ત થયો જેના કારણે આજે ઘણાં બાળકોને તહેવારો દરમિયાન તેમજ તહેવારો સિવાયના દિવસો દરમિયાન રમકડાં, મીઠાઇ અને નવા કપડાં આપીને તેઓના જીવનમાં ઉમંગ અને ઉલ્‍લાસ સિંચવાના કાર્યમાં સહભાગી થયા છે તે બદલ હું સર્વે પ્રતિ આભારની લાગણી વ્‍યકત કરૂં છું.

સાથે જિલ્લામાં સુખ, સમૃધ્ધિ અને સુવિધાથી ગ્રામજીવન સંપન્ન બને એ દિશામાં પરિણામલક્ષી કામ કરવામાં આવ્યુ છે. રોડ રસ્તા, શૌચાલય, આવાસ, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી બાળ સેવા યોજના, નલ સે જલ જેવી યોજનાની જિલ્લામાં સારી કામગીરી કરવામાં આવી છે.

આ કાર્યક્રમ પ્રસંગે કલેક્ટરશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ કાઉન્ટર રાખવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ડામોર, પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, લુણાવાડા ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ સેવક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.ડી.લાખાણી, નાયબ પોલીસવડા શ્રી એન.વી.પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી એ.આઇ.સુથાર, પ્રાંત અધિકારી શ્રી મોડીયા, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહીને આ રાષ્ટ્રીય પર્વને ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.