Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ટી. એમ. સી. સાંસદની માંસાહાર અંગેની ટિપ્પણીથી બાલાસિનોર જૈન સમાજ લાલગુમ.

  • સાંસદ માફી માંગે તેવી જૈન સમાજ ના આગેવાનોની માંગ સાથે આવેદનપત્ર અપાયું

ટી. એમ. સી.ના મહિલા સાંસદે જૈન સમાજના લોકો વિશે કરેલી અણછાજતી ટિપ્પણી આ મામલે નારાજગી વ્યક્ત કરાઈ હતી આ મુદ્દે ટી. એમ. સી. મહિલા સાંસદ પોતાની ટિપ્પણી બદલ માફી માંગે તેવી લાગણી વ્યક્ત કરતું બાલાસિનોર જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સંસદ માં તૃણમૂલ કોંગ્રેસના મહીલા સાંસદ મહુઆ મોઇત્રાએ અમદાવાદ ની શેરીઓમાં જૈનો ગુપ્ત રીતે માસાહારી ખોરાક ખાતા હોવાનો આક્ષેપ ૩ ફેબ્રુઆરીએ તેમના ભાષણમાં કર્યો હતો સાંસદ ની આ ટિપ્પણીના જવાબમાં બાલાસિનોર જૈન સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહિલા સાંસદ માફી માગે, સંસદના રેકોર્ડ માંથી આવા શબ્દો દૂર કરે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું