લુણાવાડા:-લુણાવાડાની શાળાઓના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ડરને કારણે નાસીપાસ થઈ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. આ બોર્ડની પરીક્ષા બાદ કે તે પહેલા વિદ્યાર્થીઓનું મનોબળ મક્કમ બને અને સરળતાથી પરીક્ષા આપી શકે તે માટે બોર્ડની પરીક્ષાના ‘ડર’ને દૂર કરવા કારકિર્દી માર્ગદર્શન (મોટિવેશનલ) સેમિનારનું જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી મહીસાગર દ્રારા પી એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેકટર શ્રી ડો.મનીષકુમાર બંસલના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સેમિનારને સંબોધતા કલેકટર શ્રી ડૉ.મનીષકુમારે વિદ્યાર્થીઓને કારકિર્દી તથા અભ્યાસ કાર્યમાં થતી સમસ્યાઓનું નિવારણ કેવી રીતે કરવું તેવું સચોટ માર્ગદર્શન આપ્યુ હતું. બોર્ડની પરીક્ષાને લઈ બાળકો અને વાલીઓ તરફથી ઘણુ દબાણ હોય છે. જેના કારણે બાળક ઉપર બાહ્ય અને આંતરિક પ્રેશર વધતુ જાય છે અને તેથી તે ડિપ્રેશનમાં આવી જાય છે. તેને લીધે તે બોર્ડમાં જરૂરી માર્કસ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે છે એવું ન થાય તે માટે બાળકોને પ્રોત્સાહિત કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે હરહંમેશ કલેકટર કચેરી તત્પર રહેશે તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.

લુણાવાડા અર્બન હેલ્થ ઓફિસરશ્રી ડૉ. રીચા બંસલે વિદ્યાર્થીઓને પોતે કઇ રીતે જીવનમાંમાં આગળ આવ્યા તેની ગાથા રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સેમિનારમાં શિક્ષણ અધિકારી શ્રી પી એન મોદીએ આભાર વિધિ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ મોટીવેશનલ સેમિનારમાં લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી ગૌત્તમ પ્રજાપતિ, લુણાવાડા- ખાનપુર અને વિરપુરના મામલતદાર શ્રીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
More Stories
ડાંગમા છેલ્લા ૧૦ કલાકમા નોંધાયો ૬૩.૨૫ મી.મી. સરેરાશ વરસાદ :
ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે આને ભાઈબંધ કહેવાય જો.. મેઘ મહેર વચ્ચે બે મિત્રોના સુખદુઃખની, મિત્રતાની અલ્હાદક તસ્વીરનો નજારો
અમદાવાદના જમાલપુરમાં સિનિયર સિટિઝન માટે વાંચનાલયનું ઉદ્ઘાટન કરતા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા