Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્‍લાના લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્‍લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો

GNA MAHISAGAR – SAGAR ZALA

  • ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકાર
  • સમાજના તમામ વર્ગોના ઉત્‍થાન માટે પ્રતિબધ્‍ધ છે – શ્રી પ્રદિપભાઇ પરમાર
  • વિવિધ યોજનાકીય લાભોના ર૬ લાભાર્થીઓને સ્‍ટેજ પરથી મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર અને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે પ્રતિકાત્‍મક સાધન-સહાયનું વિતરણ કરાયું.
  • ગરીબ કલ્‍યાણ મેળા દરમિયાન જિલ્‍લાના વિવિધ વિભાગોના કુલ ૧૯૪૩ લાભાર્થીઓને રૂા. પ૮ર.૩૬ લાખથી વધુ રકમની સાધન-સહાયનું વિતરણ


લુણાવાડા :: રાજયના સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમારે મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની ગુજરાત સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભો વચેટિયાઓને નાબૂદ કરીને સીધેસીધા તેમના હાથોહાથ પહોંચાડીને સમાજના તમામ વર્ગોના ઉત્‍થાન માટે પ્રતિબધ્‍ધ હોવાનું કહ્યું હતુ. તેમણે વધુમાં સાચા લાભાર્થીઓના હાથમા સીધેસીધા લાભો પહોંચાડીને સરકારે તેના પારદર્શક વહીવટની જનતા જનાદર્નને પ્રતિતિ કરાવી હોવાનું ઉમેર્યું હતું.

મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળામાં મંત્રી
શ્રી પ્રદિપભાઇ પરમારે સ્‍ટેજ ઉપરથી ર૬ લાભાર્થીઓને પ્રતિકાત્‍મક સાધન-સહાયનું વિતરણ કરતાં જણાવ્‍યું હતું કે, ગરીબોના બેલી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્‍પ સાથે રાજયના મુખ્‍ય મંત્રી
શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ જનકલ્‍યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કરવા માટે ગરીબ કલ્‍યાણ મેળાઓ આશીર્વાદરૂપ બની રહ્યા હોવાનું જણાવ્‍યું હતું.

મંત્રી શ્રી પરમારે જણાવ્‍યું હતું કે, પહેલાંના સમયમાં લાભાર્થીઓના લાભો વચેટિયાઓ લઇ જઇને ગરીબોને ગરીબ રાખવાનું કામ કરતા હતા તેવા વચેટિયાઓને નાબૂદ કરવાનું કામ તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને વડાપ્રધાન
શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગરીબ કલ્‍યાણ મેળાના માધ્‍યમથી સાચા લાભાર્થીઓને તેઓના મળવાપાત્ર લાભો હાથોહાથ પહોંચાડીને ગરીબી નાબૂદી કરવાનું અભિયાન મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકાર આગળ ધપાવી રહી છે.

મંત્રીશ્રીએ સામાજિક ન્‍યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી વિવિધ યોજનાઓમાં ૭૦ જેટલા સુધારા કરીને સમાજના તમામ વર્ગોના ઉત્‍થાન માટે રાજય સરકાર પ્રતિબધ્‍ધ હોવાનું કહ્યું હતું.


સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમારે કેન્‍દ્ર-રાજય સરકારની આરોગ્‍ય-શિક્ષણ-રોડ-રસ્‍તાઓ, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્‍ધિઓની ઝાંખી કરાવી મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકાર જનસેવા-લોકહિતના કામો માટે પ્રબળ સંકલ્‍પ, અડગ આત્‍મવિશ્વાસ અને અખૂટ જોમ જુસ્‍સાથી અવિરત સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસરૂપી ગંગા અને ગરીબો-શોષિતો-વંચિતો સહિત તમામ વર્ગોના વિકાસ માટે સંકલ્‍પબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું.
મંત્રી શ્રી પરમારે કોરોનાની આ વૈશ્વિક મહામારીમા પણ ગુજરાત સરકારે વિકાસની આગેકૂચ જાળવી રાખી હોવાનું જણાવી આ ગરીબ કલ્‍યાણ મેળામાં જે લાભાર્થીઓને સાધન-સહાય પ્રાપ્‍ત થયેલ છે તેવા તમામ લાભાર્થીઓનું જીવનધોરણ ઊંચું આવે અને સમાજમાં સન્‍માનભેર જીવી શકે તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.


આ પ્રસંગે મંત્રીશ્રીએ મહીસાગરવાસીઓને રાજય સરકારની અનેકવિધ યોજનાઓના માધ્‍યમથી આત્‍મનિર્ભર બનવાની સાથે આત્‍મનિર્ભર ગુજરાતથી આત્‍મનિર્ભર ભારતની કલ્‍પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.


લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં સ્‍ટેજ ઉપરથી ર૬ લાભાર્થીઓને પ્રતિકાત્‍મક સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્‍યા બાદ રાજય સરકારના વિવિધ વિભાગોના યોજનાકીય લાભો અંતર્ગત ૧૯૪૩ લાભાર્થીઓને રૂા. પ૮ર.૩૬ લાખથી વધુ સાધન-સહાય-ચેકોનું સ્‍થળ ઉપર જ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે હાથોહાથ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
પંચમહાલના સાંસદ શ્રી રતનસિંહ રાઠોડે ગરીબોના બેલી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલ ગરીબ કલ્‍યાણ મેળાની રૂપરેખા આપી કેન્‍દ્ર-રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી ગરીબોને મળવાપાત્ર લાભો સીધેસીધા આપવામાં આવી રહ્યા છે તેમ જણાવી યુવાનોને જીવનમાં નિષ્‍ફળતા આવે તો પણ નિરાશ થયા વગર જીવનમાં આત્‍મનિર્ભરતાનો મંત્ર અપનાવી આગળ વધવા કહ્યું હતું. તેમણે વધુમાં આજે જે લાભાર્થીઓને લાભ પ્રાપ્‍ત થઇ રહયાં છે તેવા લાભાર્થીઓને જે સાધન-સહાય પ્રાપ્‍ત થઇ છે તેનો સદ્દઉપયોગ કરી જીવનમાં આગળ વધવા શીખ આપી હતી.
ધારાસભ્‍ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં ગરીબો-મધ્‍યમવર્ગ-ખેડૂતો સહિત તમામ વર્ગોનું કલ્‍યાણ કેવી રીતે તેની મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની નેતૃત્‍વ હેઠળની સરકાર સતત ચિંતા કરીને રાજયના નાગરિક પગભર-આત્‍મનિર્ભર થાય તે માટે કામ કરી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે વધુમાં રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર લાભો સીધા તેમના હાથમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે ત્‍યારે જે લાભાર્થીઓને લાભ પ્રાપ્‍ત થયા છે તેવા લાભાર્થીઓને અભિનંદન-શુભેચ્‍છાઓ પાઠવી તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અગાઉ રાજયમાં ૧૧ તબકકામાં યોજાયેલ ૧પ૩૦ ગરીબ કલ્‍યાણ મેળામાં ૧.૪૭ કરોડ લાભાર્થીઓને રૂા. ર૬,૬૭૬.૬૯ કરોડની સહાય ચૂકવવામાં આવી છે જેમાં ૧૪.૩૪ લાખ અનુસૂચિત જાતિ અને ૩પ.ર૧ લાખ અનુસૂચિત જનજાતિના અને ૩પ.ર૧ લાખ મહિલા લાભાર્થીઓને સ્‍વરોજગારી માટે જુદી જુદી ટુલકીટ-સહાય વચેટિયાઓનું વર્ચસ્‍વ નાબૂદ કરીને હાથોહાથ સહાય આપવામાં આવી છે. જેમાં મહીસાગર જિલ્‍લામાં ર૦૧પ-૧૬માં યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળા દરમિયાન રર૪૮૩ લાભાર્થીઓને રૂા. ર૬૪ર.૬૮ લાખની સહાય વર્ષ ર૦૧૬-૧૭માં ૧૮૬૯૯ લાભાર્થીઓને રૂા. ૧પ૪પ.૦ર લાખની સહાય, વર્ષ ર૦૧૭-૧૮માં ૪૩૮૩૩ લાભાર્થીઓને રૂા. ૪૧૭૦.૭ર લાખની સહાય અને વર્ષ ર૦૧૮-૧૯માં ૧૪૭૯૯ લાભાર્થીઓને રૂા. ૧૭૦ર.૪૪ લાખની સહાયનો સમાવેશ થાય છે.


પ્રારંભમાં જિલ્‍લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારએ સ્‍વાગત પ્રવચન કરી સૌને આવકારી જિલ્‍લામાં યોજાઇ રહેલ ગરીબ કલ્‍યાણ મેળાની રૂપરેખા આપી આજના આ ગરીબ કલ્‍યાણ મેળામાં રાજય સરકારના વિવિધ વિભાગોના ૧૯૪૩ જેટલા લાભાર્થીઓને રૂા. પ૮ર.૩૬ લાખની સાધન-સહાયનું વિતરણ કરવામાં આવનાર હોવાનું જણાવી લાભાર્થીઓને શુભેચ્‍છાઓ પાઠવી હતી. જયારે અંતમાં નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ આભારવિધિ કરી હતી.


આ પ્રસંગે મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર સહિત ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ રાજયના મુખ્‍ય મંત્રી
શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજય કક્ષાના દાહોદ ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સરસ્‍વતી સાધના યોજના હેઠળની લાભાર્થી કન્‍યાઓને પ્રાપ્‍ત થયેલ સાયકલોનું મંત્રી
શ્રી પ્રદિપભાઇ પરમાર સહિત ઉપસ્‍થિત મહાનુભાવોને ઝંડી બતાવી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. જયારે મંત્રીશ્રી સહિત ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ ગરીબ કલ્‍યાણ મેળાના સ્‍થળે વિવિધ વિભાગોના સ્‍ટોલોની મુલાકાત લઇ નિરીક્ષણ કરી માહિતી મેળવી લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી હિતુભાઇ કનોડિયા, જિલ્‍લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, જિલ્‍લા અગ્રણીઓ સર્વ શ્રી દશરથસિંહ બારિયા, પ્રદિપસિંહ રાઠોડ, રાવજીભાઇ, પૂર્વ ધારાસભ્‍ય શ્રી કાલુભાઇ માલિવાળ, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી કે. ડી.લાખાણી, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી રાકેશ બારોટ, નિવાસી અધિક કલેકટર શ્રી એ. આઇ. સુથાર, જિલ્‍લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, જિલ્‍લા-તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, જિલ્‍લા-તાલુકાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.