Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લામાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજોઈ હતી.

GNA MAHISAGAR – SAGAR ZALA

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા મીડિયા સંવાદ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ ભાજપના મીડિયા વિભાગની ટીમ દ્વારા જિલ્લાના પત્રકાર મિત્રોને સંવાદ બેઠકમાં ઉપસ્થિત રહી હકારાત્મક અને સ્થાનિક લોક પ્રશ્નોની રજૂઆત કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

લુણાવાડા માં યોજાયેલ આ સંવાદ બેઠકમાં પત્રકારો સાથે ખુલ્લા મંચ  પર વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને ઉપસ્થિત પ્રદેશ આગેવાનોએ તમામ રજૂઆતો અંગે નોંધ લઇ ઘટતું કરવા જણાવ્યું હતું. જિલ્લાના પત્રકારોએ પ્રજામત જાણવાના સંવાદના આ નવતર અભિગમ સાથેના સમગ્ર આયોજન બદલ ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ સંવાદ બેઠકમાં પ્રદેશના સહ પ્રવક્તા હિતેન્દ્રભાઈ પટેલ, હિતુ કનોડિયા,  મધ્ય ઝોન મીડિયા કન્વીનર, સહ કન્વીનર, જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.