Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર : બાલાસિનોરના બીડનામુવાડા ઝેરી કેમિકલ સાથે દુર્ગંધ મારતી ડમ્પિંગ સાઈટ વિરુદ્ધ બાળકોનો હલ્લાબોલ..

GNA BALASINOR – BRIJESH PATEL

  • ડમ્પીંગ સાઈડ નો વિરોધ કર્યો હતો તેમ છતાં મળી પરમીશન.
  • પબ્લિક હિયરીંગ માં પણ વિરોધ કર્યો તેમ છતાં તંત્રના અધિકાર ઓની મીલીભગત થી મળી પરમીશન.
  • ચાલુ થયે માત્ર એકાદ મહિનો થયો તો પણ આજુબાજુ ના ગામમો માં દુર્ગંધ અને કેમિકલ યુક્ત પાણી આવતું હોવાની બુમો.
  • જો આ સાઈડ બંધ કરવામાં નહિ આવે તો આમરણાંત ઉપવાસ ની ગ્રામ જનોની ચિમકી.
  • છેલ્લા ચાર દિવસ માં ૨૦ જેટલી ગ્રામ પંચાયત દ્વારા ડમ્પીંગ સાઈડ નો વિરોધ કરવામાં આવ્યો અને આવેદન પત્ર આપવામાં આવ્યા છે.
  • કુમળા બાળકો ને આવેદન પત્ર આપવાની ફરજ પડીતો શું કુમળા બાળકો ની વાત સરકાર. સાંભળશે કે કેમ …

જમીયતપુરા ડમ્પીંગ સાઈટ ને બંધ કરાવવા વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.આજ રોજ બાલાસિનોર તાલુકાના બીડના મુવાડા અને બોડોલી ગામના બાળકોએ જમીયતપુરા સીમમાં આવેલ મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેકટ લિમિટેડ ની ડમ્પીંગ સાઈટ બંધ કરાવવા નાયબ કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

આ ડંપિંગ સાઇટ માં ઝેરી કેમિકલ ઠલવાતું હોવાથી અહીંયા ખૂબ જ દુર્ગન્ધ મારે છે અને અહીંયા થી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે બાળકો અને વાલીઓનું કહેવું છે આ ડમ્પીંગ સાઈટ માં ઝેરી કેમિકલ અને ઘન કચરો નાખવામાં આવે છે તેના કારણે ઝેરી કચરા વાળી દુર્ગંધ એટલી બધી આવે છે કે ત્યાં રહેવું મુશ્કેલ બની ગયું છે.બાળકો શાળામાં બેસી શકતા નથી અને સારી રીતે ભણી કે રમી શકતા નથી અને અભ્યાસ કરવામાં ખુબજ તકલીફ પડે છે. બાળકોનું કહેવું છે આ ગંધ થી માથુ દુખે છે. અમારે ભણવું છે અમારે પણ મોટા સાહેબ બનવું છે પણ આ ગંધ અમને ભણવા નહિ દે, અમારું ભવિષ્ય બરબાદ કરી દેશે