Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૧૯૪૩ જેટલા લાભાર્થીઓને રૂા.૫૮૨.૩૬ લાખના વિવિધ વિભાગની યોજનાઓના લાભો અપાયા..

GNA MAHISAGAR – SAGAR ZALA

  • ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓએ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા આપ્યો લાગણીસભર પ્રતિભાવ


લુણાવાડા: ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની ગરીબોને સ્વ રોજગાર થકી સર્વાગીણ વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગરીબ કલ્યાણ મેળાઓનો શુભારંભ કરાવેલ તે ગરીબ કલ્યાણ મેળાની શ્રૃંખલાને આગળ ધપાવતા મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો સીધેસીધા લાભાર્થીઓના હાથોહાથ પહોંચાડીને તેમની સરકાર દ્રારા પારદર્શક વહીવટની જનતા જનાર્દનને પ્રતિતિ કરાવી છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા સરકાર આગળ વધી રહી છે ત્યારે ગ્રામીણ વિકાસ અને ગરીબી ઉન્મૂલન માટેની સરકારની જુદી જુદી કલ્યાણકારી યોજનાઓ દ્વારા ગ્રામીણ ક્ષેત્રોની ગરીબી દૂર કરી ગરીબો-શોષિતો-વંચિતો સહિત સમાજના તમામ વર્ગોના આર્થિક-સામાજિક ઉત્થાન માટે સરકાર પ્રતિબધ્ધ છે. તે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં ૧૯૪૩ જેટલા લાભાર્થીઓને રૂા.૫૮૨.૩૬ લાખના વિવિધ વિભાગની યોજનાઓના લાભો રાજયના સામાજીક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમાર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.


આ ગરીબ કલ્યાણ મેળામાં જે લાભાર્થીઓને લાભ પ્રાપ્ત થયા છે તેમાંથી કેટલાક લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા છે જે પ્રતિભાવો તેમના મુખેથી સાંભળીયે.
ખાનપુર તાલુકાના બાકોર ગામનાશ્રી વિજયગીરી ગોસાઇ જણાવે છે કે લુણાવાડા ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં મને જિલ્લા સમાજ કલ્યાણ (વિ.જા.)ની માનવ ગરીમા યોજના હેઠળ રૂા. ૩૫૫૩/- રૂપિયાની મોબાઇલ રીપેરીંગની કીટ મળી છે. મને મોબાઇલ રીપેરીંગનો વ્યવસાય આવડે છે પણ મોબાઇલ રીપેરીંગના સાધનો ન હોવાથી હું આ વ્યવસાય કરી શકતો ન હતો. મે આ અંગે જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરતા આ મેળામાં મને કીટ મળતા હું વ્યવસાય કરી આર્થિક રીતે પગભર થઇ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકીશ અને મારા કુટુંબનું ભરણપોષણ કરી શકીશ આ માટે તેમણે સરકાર તરફ આભારની લાગણી વ્યકત કરી હતી.
સંતરામપુર તાલુકાના ગોઠીબડા ગામનાશ્રી મુકેશભાઇ ખાંટ પ્રતિભાવ આપતા કહે છે કે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, દ્વારા દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ મને ગરીબ કલ્યાણ મેળામાં ફોલ્ડીંગ વ્હીલચેર મળી છે. હું દિવ્યાંગ છું હાલચાલી શકતો નથી એટલે ઘણી મુશ્કેલીઓનો જીવનમાં સામનો કરવો પડતો હતો. મને હવે આ ફોલ્ડીંગ વ્હીલચેર મળતા મારી દિવ્યાંગ જીવનની મુશ્કેલીઓ મને રાહત થશે અને સમાજમાં માનભેર જીવન વ્યતીત કરીશ આ સહાય બદલ સરકારશ્રીનો હું ઋણી રહીશ.


ખાનપુર તાલુકાના છાપરી ગામના છાપરી ગ્રામ સખી સંઘના પ્રમુખશ્રી રમાબેન પટેલ જણાવે છે કે, આ ગરીબ કલ્યાણ મેળામાં અમારા સંઘને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મહીસાગર દ્રારા સી.આઇ.એફ. ફંડનો રૂપિયા પાંચ લાખનો ચેક મળેલ છે. અમારો મુખ્ય વ્યવસાય ખેતી હોવાથી અમે છુટક પશુપાલન કરતા હતા ત્યારે અમને માંડ દૈનિક ૧૫૦ થી ૨૦૦ રુપિયા અનિયમિત મજુરી મળતી હતી ગામમાં બીજો કોઇ ધંધો ન હોવાથી આર્થિક પરિસ્થિતી ખુબ જ કથળેલી હતી. આ રકમનું બહેનોને ધિરાણ કરી પશુપાલન અને નાનો વ્યવસાય કરી આર્થિક ઉત્થાનની દિશામાં આગળ વધી શકશે અમારા સખી મંડળની જેમ અન્ય બહેનો પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ પોતાના પરિવારનુ જીવન ધોરણ ઉંચું લાવી શકે છે તે માટે અમો સૌ સરકારના, મિશન મંગલમ, એન.આર.એલ.એમ યોજનાના આભારી છીએ.