Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગરના બાલાસિનોર તાલુકાના જમિયતપુરા પાસે અજાણ્યા ઇસમોએ ટ્રકને આગ લગાવી.

GNA BALASINOR – SAGAR ZALA

બાલાસિનોરના જમિયાતપુરા પાસે મેસર્સ મોર્યા નામની કંપનીનો કેમિકલ ડમ્પીંગ સાઈડ આવેલો છે. જેને લઇને સ્થાનિકો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ત્યારે શનિવારે કંપનીમાંથી કેમિકલ વેસ્ટ ભરીને આવેતી ટ્રક વેસ્ટ ખાલી કરી પરત ફરતા કેટલાક સ્થાનિકો દ્વારા ગાડી રોકી ગાડીના ચાલકને માર મારી તેની પાસેથી સિલકના નાણાં ઝૂંટવી નાસી ગયા અને ટ્રકને પાછળના ભાગે આગ લગાડી હોવાની ઘટના બની હતી. ત્યાર બાદ ગાડીના ચાલક દ્વારા બાલાસિનોર પોલીસ સ્ટેશને ગાડી સળગાવાની તથા લૂંટની ફરિયાદ બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં કરાતા અજાણ્યા ઇસમો વિરુદ્ધ ચાલક દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ આરંભી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધટનાની જાણ થતા ડીવાયએસપી, એલસીબી, એસઓજી તથા સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.