Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહિસાગર : બાલાસિનોરમાં કેમિકલ વેસ્ટ ડમ્પીંગ સાઈટના વિરોધમાં શરુ થશે મહા આંદોલન.

GNA MAHISAGAR – SANJAY ZALA

શું સરકાર ના પેટનું પાણી હલશે કે કેમ ?શુ પ્રજા રક્ષણ ની વાત કરતા પ્રજા ના રાજકીય પક્ષ દ્વારા ડમ્પીંગ સાઈટ ને બંધ કરવામાં આવશે કે કેમ ? શું આટલા સમય થી ચાલતું ડમ્પીંગ આંદોલનને પક્ષ કે વિરોધ પક્ષ નું સમર્થન મળશે કે નહી….

  • ૧૩/૨/૧૨૦૨૦૧૬ની પ્રથમ લોક સુનવણી માં વિરોધ થતા લોક સુનવણી મોકુફ રાખવા માં આવી હતી.
  • બીજી લોક સુનવણી ૧૭/૦૨/૨૦૧૭ ના રોજ યોજાઈ જેમાં ૧૧૩ જેટલા ગામો ને આ કેમિકલ ડમ્પીંગ ષાઇટથી નુકસાન હોવાનુ જણાવેલ તેમજ તાલુકાની ૧૦૦થી વધુ વિરોધ અરજીઓ દ્વારા વિરોધ નોંધાવ્યા હતો.
  • તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓ,ગ્રામ પંચાયતો,સામાજિક સંસ્થાઓ દ્વારા વિરોધ નોંધાવ્યા હતા

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જમિયતપૂરા ગામની સીમમાં ૧૧ વીઘા જમીનમાં મેસર્સ મૌર્ય એન્વાયરો પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવેલી ડમ્પીંગ સાઈટમાં ઝેરી કેમિકલ ઠાલવવામાં આવી રહ્યું છે. જેને કારણે આસપાસના ગામના લોકો દ્વારા શરૂઆતથી ભારે આક્રોશ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, છતાં પણ સરકારી તંત્ર કંપનીની તરફેણ કરીને લોકોને ભગવાન ભરોસે છોડી રહી હોવાનુ સામે આવી રહ્યું છે.

આ ડમ્પીંગ સાઈટ શરૂ થતાં પહેલાં જ ગામલોકો દ્વારા ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જોકે કંપનીના જવાબદારો દ્વારા સરકારી તંત્ર અને રાજકીય આગેવાનોને હાથ ઉપર લઇ લીધા હોવાથી ગામલોકોની ચિચિયારીઓ બહેરા કાને પહોંચી શકી નહોતી.આજે ૬ મહિના જેટલા સમયથી શરૂ થયેલી ઝેરી કેમિકલની ડમ્પીંગ સાઈટની આડઅસરો જોવા મળી રહી હોવાની બૂમો સાથે આશરે ૨૦ ગ્રામપંચાયતના લોકો દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે આસપાસના ગામોમાં ભણતા બાળકો પણ શાળામાં દુર્ગધના કારણે ભણી શકતા નથી અને આરોગ્યને ખતરો હોવાની રજૂઆત કરી હતી.

રાજ્યના વિવિધ જીઆઈડીસી વિસ્તારોમાંથી ઝેરી અને જીવલેણ કેમિકલનો નિકાલ આ ડમ્પીંગ સાઈટમાં કરીને કંપની કરોડોની કમાણી કરી રહી છે,જ્યારે આસપાસના લોકો પોતાની મહામૂલી જમીન, બોર અને કૂવા નષ્ટ થતા જોઈ રહ્યા છે.સાથે સાથે આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહેલી દુર્ગંધ આરોગ્યને પણ નુકસાન કરતી હોવાની બૂમો ઉઠી રહી છે.આ બાબતે બાલાસિનોર મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેને પગલે આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવી શક્યતાઓ સેવાઇ રહી છે

આ બાબતે અરજદાર કિરીટસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ડમ્પીંગ સાઈટમાં દૂર દૂર થી લાવવામાં આવેલ ઝેરી કેમિકલ કે જે જીવલેણ છે તેવો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કંપની પોતાની કરોડોની કમાણી કરવા માટે આસપાસના નિર્દોષ લોકોના આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરી રહ્યું છે. ત્યારે આ બાબત ચલાવી લેવાશે નહિ.

જીવલેણ માનતા ઝેરી કેમિકલ વેસ્ટના નિકાલ માટે બાલાસિનોર તાલુકાના જમિયત્પુરા ખાતે શરૂ થયેલી ડમ્પીંગ સાઈટને સરકારી અને રાજકીય આશીર્વાદ કેમ મળી રહ્યા છે તે સવાલ સ્થાનિક નાગરિકોને મૂંઝવી રહ્યો છે.સામાન્ય જનતાની ફિકર કરવાને બદલે તાલુકા અને જિલ્લાનું સરકારી તંત્ર કંપનીની તરફેણ કરતું જોવા મળે છે,જ્યારે પોતાના મતદારોની વહારે આવવાનુ એકપણ પક્ષના નેતાને સૂઝતું નથી.જેને પગલે કંપનીના સંચાલકો દ્વારા આસપાસના આશરે ૫૦ ગામના લોકોના ભોગે ઝેરી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.