Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લા પ્રશાસનના અધિકારીશ્રીઓએ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને મળી આશ્વાસન આપ્યું.

GNA MAHISAGAR – SAGAR ZALA

ના
  • યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા મહીસાગર જિલ્લાના વિદ્યાર્થીઓના પરિવારજનોની વ્હારે જિલ્લા વહીવટી તંત્ર
  • પરિવારજનોની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હૂંફ આપતું જિલ્લા પ્રશાસન
  • “ઓપરેશન ગંગા” અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવા સરકારશ્રી દ્વારા
  • કરવામાં આવેલી વ્યવસ્થાથી માહિતગાર કરવામાં આવ્યા

જીએનએ લુણાવાડા :: યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાઈ પડેલા મહીસાગર જિલ્લાના છાત્રો તેમજ અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને હૂંફ અને આશ્વાસન મળી રહે તે માટે મહીસાગર-લુણાવાડાના કલેકટર શ્રી ડૉ. મનિષકુમારના સીધા માર્ગદર્શન હેઠળ અને નિવાસી અધિક કલેકટર શ્રી આઇ.એ.સુથારની રાહબરી હેઠળ જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ અને ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની સંતરામપુરના પ્રાંત અધિકારીશ્રીએ રૂબરૂ મુલાકાત લઇને જાત માહિતી મેળવી હતી.

સંતરામપુરના પ્રાંત અધિકારીશ્રીએ સંતરામપુર તાલુકાના મોટીકયાર ગામના વતની શ્રી ઇશ્વરભાઇ તાવિયાડ કે જેમની દીકરી હેતલબેન તથા સંતરામપુરના રહેવાસી અનિકેત દિપકકુમાર પાઠક પણ તાજેતરમાં યુક્રેનથી પરત આવેલ હોઇ તેમના ઘરે જઇને પિતા ઇશ્વરભાઇ અને દિપકકુમાર તથા આ બંને પરિવારજનોના ઘરે જઈને પરિવારના સભ્યોની મુલાકાત લઇને ખબરઅંતર પૂછીને હૂંફ અને આશ્વાસન આપી ગુજરાત સરકાર અને જિલ્લા પ્રશાસન તેમની પડખે હોવાની પ્રતિતિ કરાવી હતી. આ બંને બાળકો અને પરિવારજનોએ કેન્દ્ર અને રાજય સરકાર તથા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ સતત માર્ગદર્શન અને મળી રહ્યું હતું તેમ જણાવી સરકારના પ્રયાસોથી અમારા બાળકો હેમખેમ વતન પાછા ફર્યા છે તેની ખુશી વ્યકત કરી સરકારનો અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.
સંતરામપુરના પ્રાંત અધિકારીશ્રીએ યુક્રેનમાં અભ્યાસ કરતી કુંજનભાઇ ચેતનભાઇ પટેલના પિતા શ્રી ચેતનભાઇ પટેલની તા.૩જીના રોજ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કુંજનભાઇનના પિતાએ જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી મારો પુત્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવન ખાતે આવી ગઇ છે અને હવે તે એક-બે દિવસમાં અહીં પોતાના વતન અમારી પાસે આવી જશે. તેમણે પ્રાંત અધિકારીને જણાવ્યું હતું કે, અમારો પુત્રો હેમખેમ વતનમાં આવી જતાં અમને આનંદ છે અને અમે કેન્દ્ર અને રાજય સરકારનો આભાર માનીએ છીએ કે, તેમના પ્રયાસો અને હૂંફના કારણે મારો દીકરો વતનમાં પરત ફર્યો છે.
તેવી જ રીતે સંતરામપુરના રહેવાસી પંકજભાઇ મુની કે જેમની દીકરી જીમી યુક્રેન અભ્યાસ કરી રહી છે જે પણ યુક્રેનમાં ફસાયેલ હોઇ તેમના પરિવારજનોની પણ પ્રાંત અધિકારીએ જીમીના પિતા શ્રી પંકજભાઇ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારીએ તેમની દીકરી યુક્રેનમાં કઇ જગ્યાએ ફસાયેલ છે અને હાલ કયાં છે તે અંગેની જાણકારી મેળવતાં જીમીના પિતા પંકજભાઇએ જણાવ્યું હતું કે, દીકરી યુક્રેન સરહદ પાર કરીને પોલેન્ડ દેશમાં પહોંચી ગઇ છે જયાં તે સુરક્ષિત છે.
પ્રાંત અધિકારીશ્રીએ પંકજભાઇ મુની અને પરિવારજનોને કેન્દ્ર સરકાર દ્વારા માંગવામાં આવેલી વિગતોના ઓનલાઈન ફોર્મ વિશે જાણકારી આપી તમામ માહિતી ઓનલાઇન ભરી દેવા જણાવ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ યુક્રેનમાં રહેલા ભારતીયોને વતન પરત લાવવા સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રીશ્રી સતત કેન્દ્ર સરકાર સાથે સંપર્કમાં છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે ગુજરાત સરકાર પણ પરિવારજનો હોવાનું જણાવી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમજ મહીસાગર જિલ્લા પ્રશાસન તેમની સાથે હોવાનું જણાવી લેવામાં આવી રહેલાં પગલાંની પણ માહિતી આપી હતી.