Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

મહીસાગર જિલ્લાના મેડીકલના અભ્યાસ અર્થે યુક્રેન ગયેલ વિદ્યાર્થી કુંજન પટેલ હેમખેમ માદરે વતન પરત

GNA MAHISAGAR – SAGAR ZALA

  • અણીના સમયે ભારત સરકારે અમારા માટે અતિ સંકટના વિપરીત સમયમાં પણ વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગા’ દ્રારા અમારી તારણહાર બનીને અમને ઉગાર્યા -કુંજન પટેલ


જીએનએ લુણાવાડાઃ કુંજન પટેલ હેમખેમ માદરે વતન પોતાના ઘરે પહોંચી જતા પરીવારજનોએ હર્ષ ભીની આંખે તેને વધાવી તેના પરીવારજનોએ આ ક્ષણે ભારત સરકારને યુદ્ધની કટોકટી ભરી સ્થિતિમાં મિશન ગંગા થકી પોતાના પુત્રને ઉગારવા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા તેમજ ગુજરાત સરકાર અને મહીસાગરના વહીવટી તંત્ર દ્વારા પણ સતત સહયોગ અને ટેકો આપવા બદલ આભાર વ્યકત હતો.
કુંજન પટેલ જણાવ્યું કે, ‘‘અણીના સમયે ભારત સરકારે અમારા માટે અતિ સંકટની વિપરીત સમયમાં પણ વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગા’ દ્રારા અમારી તારણહાર બનીને અમને ઉગાર્યા હતા. હું યુક્રેનની ઉઝહોરોડ નેશનલ મેડીકલ યુનીવસીર્ટીમાં મેડીકલનો અભ્યાસ કરૂ છું. યુક્રેનની યુદ્ધગ્રસ્ત સ્થિતિમાં ભારત સરકારની એમ્બસી દ્રારા એડવાઇઝરી જાહેર કરી અમને હંગેરી સુધી આવવા જણાવ્યું હતું અને ત્યાંથી અમને ટ્રાન્ઝીટ વિઝા આપી અમને ઇન્ડિયન એમ્બેસી દ્વારા લાવવામાં આવ્યા હતા. જયાંથી અમે દિલ્હી માટે રવાના થઇને સુખરૂપ મારા સાંઢપાળીયા માદરે વતન પરત આવ્યા છું.’’
હાલમાં ભારત સરકાર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સહિતના ભારતીયોને પરત લાવવા માટે વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગા’ હાથ ધરવામાં આવ્યું છે અને હજારો લોકોને પરત લાવવામાં સફળતા મળી છે. યુદ્ધની ભીષણ સ્થિતિમાં જયા ચોતરફ બોમ્બ ધડાકા અને ગોળીબાર ચાલી રહ્યાં છે તેવી સ્થિતિમાંથી પણ ભારતીય નાગરિકો સલામત રીતે પરત આવી રહ્યાં છે તે આ મિશનની મોટી સફળતા છે.
તેમણે જિલ્લા વહીવટી તંત્રનો વિશેષ આભાર માન્યો હતો. આવી સ્થિતિમાં તંત્રે સતત તેમને માહિતગાર રાખ્યા હતા અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની માહિતી આપી હતી.