GNA MAHISAGAR – SANJAY ZALA
કોમન સર્વિસ સેન્ટર મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી અંતર્ગત ચાલતી સંસ્થા દ્વારા આજ રોજ ગ્રામ્ય કક્ષા વી એલ ઇને માર્ગદર્શન આપતો જિલ્લા કક્ષાના સેમિનારનું આયોજન મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે યોજાયો.

આજ રોજ મહિસાગર જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર દ્વારા વૃંદાવન હોટલના હોલમાં CSC વર્ક શૉપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેન્કિંગ,ઇનસ્યોરાન્સ,ટેલે લો, ડિમેટ,આધાર,જેવા ખાતાના અધિકારીઓ ગાંધીનગરથી આવ્યા હતા.તેમની સાથે ૧૦ મોટી કંપની પાર્ટીસિપેટ કરવામાં આવી હતી.
જેમ કે રેનોટ,મહિન્દ્રા,ટાટા, એક્સિસબેન્ક, એચડીએફસી બેન્ક,બજાજ ટોપ લેવલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

જેમાં ગ્રામ્ય કક્ષાના વી એલ ઇ મિત્રોને સી એસ સી માં જોડાઈને કઈ રીતે ગ્રામના લોકોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી છેવાડાનાના ગામ સુધી ડિજિટલ સર્વિસ પોહચાડતા વી એલ ઇ મિત્રોને આવકમાં કઈ રીતે વધારો કરી શકાય અને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાર્થક કઈ રીતે છેવાડાના વ્યક્તિ સુધી દરેક સર્વિસે પોહચે તેવા ઉદ્દેશને પૂરો કઈ રીતે કરી શકાય જેનું મિટિંગ માં માર્ગદર્શન દર્શન જિલ્લા સી એસ સી ટીમ એ પૂરું પાડ્યું

મહિસાગર જિલ્લા ડિસ્ટ્રીક મેનેજર ફેઝલભાઈ તેમજ સાગરભાઈ,અબ્દુલભાઈ દ્વારા CSC ની અંદર ૩૦૦થી વધારે સર્વિસ આપવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી જેમાં સૌથી મહત્વની સર્વિસ આયુષમાન,ઇ-શ્રમ,પી એમ કિસાન જે ગરીબી રેખા હેઠળ જીવન જીવતા લોકો ને ખુબજ ઉપયોગી છે.
મહિસાગર જિલ્લામાં CSC સેન્ટર દ્વારા બેસ્ટ કામગીરી કરનારને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ