GNA MAHISAGAR – SAGAR ZALA

બાલાસિનોર તાલુકા ના જમિયતપુરા માં આવેલ ડમ્પીંગ સાઈટ નો વિરોધ ઉપવાસ આંદોલન સુધી પહોંચી ચુક્યો છે .જે બાદ બોડોલી ગ્રામ પંચાયત ના સરપંચ દ્વારા મેસર્સ મૌર્ય એન્વાયર્નમેન્ટ પ્રો.પ્રા.લિ.ને નોટીસ આપી જણાવ્યું કે આ કંપની અમારી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ છે.તો દિન ત્રણ માં બુધવારે બપોરે 3:00 વાગ્યે તમારી કંપનીના તમામ દસ્તાવેજી કાગળોનો એક ઝેરોક્ષ સેટ અને મંજુરીના કાગળો ની કોપી અને બાંધકામ ના તમામ કાગળો લઇ રૂબરૂ અથવા તો તમારા પ્રતિનિધિ ને બુધવારે બપોરે 3:00 વાગ્યે ગ્રામ પંચાયત બોડેલી ખાતે હાજર રહેશે .નહિતર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની નોધ લેવા જણાવ્યું છે.
જોવાનું રહ્યું કે કંપની દ્વારા તમામ કાગળ લઈ ને પ્રતિનિધી ઉપસ્થિત રહેશે કે કેમ તેમ જ સરપંચ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.આ ઉપરાંત આ ડંપિગ સાઇટ સામે સૌથી પહેલા અવાજ બુલંદ કરનાર માનવસેવા કેન્દ્ર એએમટીએસની પણ ઉગ્ર આંદોલનની પણ જાહેરાત કરી છે.
More Stories
ગાંધીનગર ખાતે માતા હીરાબાને મળી આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવતા પીએમ મોદી. આજે માતા હીરાબાનો છે 100 મો જન્મદિવસ
ગાંધીનગર ખાતે “કચ્છ કલા કૂંજ” પ્રદર્શનનું AFWWA (R)ના પ્રમુખ દ્વારા કરાયું ઉદ્ઘાટન.
જામનગરમાં યોજાશે “આઝાદી કે અમૃત મહોત્સવ” અંતર્ગત “વીરાંજલી” કાર્યક્રમ