Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

GNA BREAKING NEWS: અમદાવાદના ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે આગ. કેમ વારંવાર અહીં લાગે છે આગ?

GNA ahmedabad-Sanjiv Rajput

GNA BREAKING NEWS: અમદાવાદના ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે લાગી આગ.

જીએનએ અમદાવાદ: અમદાવાદના હાઇકોર્ટ પાસે આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે આગ લાગી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ પણ બે ત્રણ વાર આગ લાગી ચુકી છે અને ફાયર NOC પણ નહીં હોવાનું જાણવા મળી રહેલ છે. બિલ્ડિંગના 8 માં માળને આગે લપેટમાં લઈ લીધો હોવાના સમાચાર જાણવા મળી રહ્યા છે.

અમદાવાદ ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ફાયર દ્વારા આગ બુઝાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હજુ સુધી કોઈ જાન હાનીના સમાચાર મળેલ નથી. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આ બિલ્ડિંગમાં અગાઉ પણ બે ત્રણ વાર આગ લાગી ચુકી છે છતાંય હજુ સુધી એવા ક્યા કારણો જોવા મળી રહ્યા છે જે વારંવાર અહીં આગ લાગી રહી છે તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. સાચી હકીકત તો તપાસના એ પણ સાચી તપાસના અંતે જ બહાર આવશે કે પછી ફરી એકવાર અહીં આગ લાગવાની રાહ જોવાશે એ જોવું રહ્યું..