Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

GNA JAMNAGAR-Sanjiv Rajput

સ્વ. રાજીવગાંધીની પુણ્યતિથિએ જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા છાશ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

જીએનએ જામનગર: આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, ટેલિકોમ ક્રાંતિના પ્રણેતા પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ.રાજીવ ગાંધી જી ની ૩૧ મી પુણ્યતિથિ નિમિતે જામનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિ દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે છાસ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં જિલ્લા કૉંગ્રેસના પ્રમુખશ્રી જીવણભાઈ કુંભરવાડિયા, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા, પ્રદેશ કિસાન કૉંગ્રેસના વાઇસ ચેરમેન કર્ણદેવસિંહ જાડેજા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, પ્રદેશ કૉંગ્રેસના અગ્રણી યુસુફભાઈ ખફી, તાલુકા કૉંગ્રેસના પ્રમુખશ્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા માઈનોરિટી ના પ્રમુખશ્રી ઇકબાલભાઈ સુમરા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા,તાલુકા પંચાયત ના સદસ્ય અમિતભાઇ સોનગ્રા, જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ સોજીત્રા, તાલુકા પંચાયત ના વિરોધ પક્ષ નેતા ઇસ્માઇલભાઈ ખફી, દિનેશભાઇ કંબોયા, અનિલભાઈ વાઘેલા, SMD જીલ્લા પ્રમુખ તુષાર થોભાણી અને જિલ્લા કૉંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યાં હતાં.