Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

અરવલ્લીઃડેમાઈ ગામે રોજગાર છીનવાઈ જવાના મુદ્દે લારીગલ્લા ધારકોએ બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું.

GNA ARAVALLI – JAGDISH PRAJAPATI

  • ગ્રામ પંચાયતની ચુંટણીના રાગદ્વેષમાં આવી અરજીઓ કરવામાં આવી હોવાનો આવેદનપત્રમાં આક્ષેપ.

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે તાજેતરમાં ગ્રામ પંચાયતની ચુંટણી યોજાઈ હતી. ડેમાઈ ગામ રાજકીય રીતે હંમેશા વિવાદોમાં રહ્યું છે.

ડેમાઈ ગામે લારી ગલ્લાઓનું દબાણ દૂર કરવા માટે ઉચ્ચ કક્ષાએ કેટલાક નાગરિકો દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેના પગલે ગ્રામ પંચાયત દ્વારા આવા દબાણદારોને નોટિસો આપવામાં આવી છે. જેના પગલે દબાણદારો દ્વારા બાયડ પ્રાંત અધિકારીને ડેમાઈ ગામના રાજકીય આગેવાનો પ્રતિક પટેલ અને કિર્તી પટેલે લારી ગલ્લા ધારકોને વ્હારે આવી જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આપવામાં ના આવે ત્યાં સુધી આ લોકોનો રોજગાર છીનવવામાં ના આવે તે મુદ્દે લારીગલ્લા ધારકોને સાથે રહી બાયડ પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અમો લારી ગલ્લા ધારકો ગરીબ માણસો છીએ અને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એક પક્ષના માણસોની હાર થતાં ચુંટણીનો દ્વેષભાવ રાખીને અમો ગરીબ માણસોને હેરાન કરવા ચોક્કસ માણસો દ્વારા આવી અરજીઓ કરવામાં કરવામાં આવે છે. કોરોના, નોટબંધી જેવા કારણોસર અમારા ધંધા બંધ થવાના માર્ગે છે. બે ટંકનું ગુજરાન ચલાવવું અમારા માટે મુશ્કેલ બની ગયું છે.

આવા સમયે અમો લારીવાળાઓને હટાવવામાં આવશે તો અમો ગરીબ લાચાર લોકોને ભુખે મરવાનો વારો આવશે. જેથી જ્યાં સુધી રોજગાર મુદ્દે અમારા માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી આવી અરજીઓને ધ્યાને ના લેવા અપીલ કરીએ છીએ.