Asia's Largest Independent News Service

A 24×7 Video/Photo News Agency.

ડીસા શહેરમાં 24 મી રથયાત્રાને લઈને શાંતિ સમિતિ બેઠકનું કરાવ્યું આયોજન..

GNA BANASKATHA – MEHUL KHATRI

ડીસા શહેર દક્ષિણ પી.આઈ ની અધ્યક્ષતા માં ડીસા શહેરના દરેક સમાજ અને દરેક પક્ષના આગેવાનોને બોલાવી તેઓનું સૂચન લઈ અને નોંધ કરી હતી. ત્યારબાદ તમામ સમાજના અગ્રણીઓને જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તેવી આપ સૌથી અપેક્ષા રાખવામાં આવે છે જેને ગ્રામજનોએ પણ આવકાર્યું હતુ.

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ડીસા શહેર ધારાસભ્ય શશીકાંત પંડ્યા ડીસા શહેર નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ખત્રી ડીસા શહેર મહામંત્રી હકમાજી જોશી તેમજ કોંગ્રેસ પ્રમુખ આમ આદમી પાર્ટીના પ્રમુખ સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ ના પ્રમુખ અને વેપારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..

ઉપસ્થિત તમામ આગેવાનો અને ગ્રામજનો એ ખાતરી આપી હતી કે આ ૨૪મી ભગવાન જગન્નાથની યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે ત્યારબાદ દક્ષિણ પોલીસ સ્ટેશનના પી.આઇ એ આવનાર તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ ને આઇસ્ક્રીમ ખવડાવી અને આ બેઠકની પૂર્ણાહુતી કરી હતી